bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સપાટો ટ્રકમાં ભરેલ લોખંડના દાણાની આડમાં ભાવનગરમાં ઘુસાડવામાં આવતાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ નો મોટો જથ્થો ઝડપી પાડયો

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ આગામી દિવસોમાં આવનાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા તથા બકરી ઇદ અનુસંધાને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

જે અનુસંધાને તા.૧૬/૦૬/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ સ્ટાફનાં માણસો ઉપરોકત સુચના અન્વયે ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.કો.બળદેવભાઇ મકવાણાને બાતમી મળેલ કે,અલ્તાફ રજાકભાઇ ખોખર તથા મજીદભાઇ સલીમભાઇ શેખ નાઓ પોતાના કબ્જાની ટ્રક રજી.નં.GJ-04-AW-7414માં ગે.કા.ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે અને દિપકભાઇ વાઘેલા તથા વિશાલભાઇ ઉર્ફે બાઠીયો બંને સફેદ કલરનુ એક્સેસ મો.સા.રજી.નં.GJ-04-EG-4100 લઇ આ ટ્રકની આગળ-આગળ ચલાવી ટ્રકને પાઇલોટીંગ કરી આ ઇગ્લીંશ દારૂનો જથ્થો ભાવનગર તરફ વેંચાણ અર્થે લઇને આવે છે.જે બાતમી આધારે ભાવનગર-અમદાવાદ રોડ ઉપર આવેલ એપેક્ષ હોટલ સામે રોડ ઉપર વોચમાં રહેતાં નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો મળી આવેલ.તેના વિરૂધ્ધ ભાવનગર,વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપીઃ-
1. દિપકભાઇ ઉર્ફે દિપો રમેશભાઇ વાઘેલા ઉ.વ.૩૪ ધંધો-રીક્ષા ડ્રાયવીંગ
2. વિશાલભાઇ ઉર્ફે બાઠીયો રમેશભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.બંને શેરી નં.૧,રામાપીરના મંદીર પાસે,મફતનગર,મોતીતળાવ,ભાવનગર
3. અલ્તાફ રજાકભાઇ ખોખર ઉ.વ.૩૪ ધંધો-ડ્રાયવીંગ રહે.માળીવાળો ખાંચો,અમીપરા,શેલારશા ચોક,ભાવનગર
4. મજીદભાઇ સલીમભાઇ શેખ ઉ.વ.૪૧ ધંધો-કલીનર રહે.સિપાઇ જમાતખાના પાસે,દરબારી કોઠાર,બાપેસરા કુવા,ભાવનગર

રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની અલગ-અલગ કંપનીની બોટલો નંગ-૩૪૮ કિ.રૂ.૨,૬૩,૦૨૦/-,સુઝુકી કંપનીની એક્સેસ સ્કુટર રજી.નં.GJ-04-EG-4100 કિ.રૂ.૫૦,૦૦૦/-,અશોક લેલન્ડ કંપનીનો ટ્રક રજી.નં.GJ-04-AW-7414 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-,મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૫,૦૦૦/-,આર.સી.બુક નંગ-૦૨ કિ.રૂ.૦૦/- તથા કાગળો મળી કુલ કિ.રૂ.૧૩,૨૮,૦૨૦/-નો મુદ્દામાલ

આ સમગ્ર કામગીરી કરવા માટે પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા,પો.સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં અરવિંદભાઇ મકવાણા,ચંદ્દસિંહ વાળા,બળદેવભાઇ મકવાણા,હારિતસિંહ ચૌહાણ,અલ્ફાઝભાઇ વોરા,મહેશભાઇ કુવાડિયા વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને એક કરોડના અનુદાનનો ચેક અર્પણ કરતા વિસામણભાઈ આહીર

ઉમરાળાના ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ને એક કરોડનુ અનુદાન…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 388

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *