પાલિતાણા સ્વામી વિવેકાનંદ કૉલેજ ઑફ કોમર્સ એન્ડ આર્ટ્સ, આયોજિત પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળની મુલાકાત સાથે વનભોજનનો આનંદ અને ઉલ્લાસ વિદ્યાર્થીઓએ માણ્યો હતો સવારે 8:30 થી 01 વાગ્યા સુધી પાલિતાણાની નજીક કાંઠાળી મા મેલડીનાં અતિ સુંદર અને રમણીય મંદિરનાં દર્શન કરવા,પ્રકૃતિનાં સાનિધ્યમાં વનભોજન કરાવવાના હેતુથી અને શિક્ષણના એક ભાગ રૂપે વિદ્યાર્થીઓને સ્પેશિયલ વાહન દ્વારા આ સ્થળની મુલાકાત લેવડાવી હતી
પાલિતાણાની નજીક કાંઠાળી મા મેલડીનાં ખૂબ શાંતિપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે દર્શન કર્યા બાદ વિદ્યાર્થીઓને કેટલીક બાબતો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ત્યાર બાદ કેટલીક રમતો રમાડી હતી,જૂથ ચર્ચા,અંતાક્ષરી અને વાર્તા પણ કહી હતી.સાથે સાથે વિદ્યાર્થીઓનો પરિચય પણ મેળવ્યો હતો
જેને કારણે ખૂબ આનંદ અને ઉલ્લાસથી વિદ્યાર્થીઓ બધી જ પ્રવૃત્તિઓમાં જોડાયા હતાં. ત્યાર બાદ,સાથે લાવેલા ટિફિનના ભોજનની મજા માણી હતી અને સાથે સાથે માતાજીના મંદિરની સરસ પ્રસાદી પણ ભોજન રૂપે મળી હતી સહુના ચહેરા પર ખુશી એક અલગજ ખૂશી જોવા મળી હતી અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન આચાર્ય શ્રી ભાવેશભાઈ કળોતરાની વિશેષ હાજરી સાથે સમગ્ર કૉલેજ પરિવારનાં સહયોગથી કાર્યક્રમ સફળ થયો હતો
રિપોર્ટ વિજય જાદવ પાલીતાણા