ચાલુ ફરજ દરમિયાન ધોરીગામ પાસે પાવઢી ખાતે જઈ દારૂ અને ચખણા ની મજા માણતા કર્મીઓ …..
અંબાજી ડેપો ખાતે હેડ મેકેનિક ની ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ચૌહાણ ચાલુ ફરજે દારૂ પાર્ટી કરતા જોવા મળ્યા….
ચાલુ નોકરીએ અન્ય સ્થળે જઈ મહેફીલ માણતા કર્મીઓ કાયદા થી બેખૌફ….
લોક મુખ ચર્ચા મુજબ નરેન્દ્ર સિંહ ચૌહાણ ફરજ પર નોકરી બોલતી હતી વિવાદ માં આવ્યો બાદ તેવો એ હાજરી પત્રકમાં ફેરફાર કર્યો હોય તેવું લાગે છે
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ વય નિવૃત્તિ પામેલા એસ.ટી.ડેપો ના કર્મચારીઓ નો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં લગભગ ૬ થી ૭ જેટલા કર્મચારીઓ ની વિદાય સન્માન પૂર્વક કરાયા બાદ ડેપો ના જ અન્ય કર્મચારીઓ નો ચાલુ ફરજે દારૂ ની મહેફીલ માણતા વિડ્યો સામે આવ્યા છે.
અંબાજી એસ.ટી.ડેપો ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ ના વિદાય કાર્યક્રમ બાદ અન્ય કર્મચારીઓ માં ડેપો મેનેજર ના ભાઈ અને અંબાજી ડેપો ખાતે હેડ મેકેનિક ની ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ચૌહાણ ચાલુ ફરજ ઉપર સ્થળે હજાર રહેવાને બદલે અંબાજી થી દુર ધોરી ગામે પાસે આવેલું પાવઢી ગામ માં જઈ દારૂ પાર્ટી અને ચખણા ની મોજ માણતા જોવા મળી રહ્યા છે. ડેપો ખાતે ચાલુ ફરજ દરમિયાન ફરજ પર નું સ્થળ છોડી અન્ય સ્થળે જઈ પાર્ટી કરતા આ કર્મચારીઓ બેરોક ટોક અને કાયદા નો ડર રાખ્યા વગર પોતાની મન મરજી થી આવતા જતા આવા કર્મચારીઓ ને કાયદા કે પોતાની નોકરી પર ની ફરજો અને જવાબદારીઓ નું પણ ભાન રાખ્યા વગર મહેફીલ માણતા જોઈ હાજર ડેપો મેનેજર શ્રી ના વહીવટી રાજ માં અંગત માણસો પણ મોજ કરતા નજરે પડી રહ્યા છે.ત્યારે એસ.ટી તંત્ર ના ઉચ્ચ અધિકારીઓ,CPO ,MD. ગુજરાત ચીફ, શું ડેપો મેનેજર શ્રી ના વહીવટ અંગે કઈ ઘટતી કાર્યવાહી કરશે કે પછી “જૈસે થે” ની સ્થિતિ મુજબ જ બધું રહેવા પામશે તે જોવું રહ્યું……
રિપોર્ટર અમિત પટેલ અંબાજી