પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૬/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ.અશોકભાઇ ડાભી તથા પો.કો.મહેન્દ્દસિંહ સરવૈયાને બાતમી મળેલ કે, ગોવીંદભાઇ રામજીભાઇ મકવાણા તથા ચેતન ઉર્ફે કપીલ હિંમતભાઇ સોલંકી રહે.બંને ગોરખી તા.તળાજાવાળા ગોવીંદભાઇની હ્યુંડાઇ વેન્યુ કાર રજી.નં.GJ-04-DN-5874માં બીયર ભરીને નેસવડથી દિહોર તરફ આવે છે જે બાતમી આધારે દિહોર ગામના બસ સ્ટેન્ડ પાસે વોચમાં રહેતાં નીચે મુજબની બ્રાન્ડના ભારતીય બનાવટનાં બિયરના જથ્થો ભરેલ કાર સાથે નીચે મુજબના માણસો હાજર મળી આવેલ. તેઓ વિરૂધ્ધ ભાવનગર,તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ-
1. ગોવીંદભાઇ રામજીભાઇ મકવાણા ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે.મઢુલી પાન સેન્ટર પાસે,ગોરખી તા.તળાજા જી.ભાવનગર
2. ચેતન ઉર્ફે કપીલ હિમતભાઇ સોલંકી ઉ.વ.૩૧ ધંધો-મજુરી રહે.ચામુંડા માતાજીના મંદીર પાસે,ગોરખી તા.તળાજા જી.ભાવનગર
3. ટીકાભાઇ ભીમાભાઇ ડોડીયા રહે.ગોરખી તા.તળાજા જી.ભાવનગર (પકડવાના બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ ML ઇન્દૌર મધ્યપ્રદેશ બનાવટના કંપની સીલપેક બીયર ટીન નંગ-૪૧૪ કિ.રૂ.૪૧,૪૦૦
2. હ્યુંડાઇ કંપનીની વેન્યુ કાર રજી નંબર-GJ-04-DN-5874 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૪૧,૪૦૦/-નો મુદામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી એસ.વાય.ઝાલા,પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ,અશોકભાઇ ડાભી,મહેન્દ્દસિંહ સરવૈયા,તરૂણભાઇ નાંદવા,એજાજખાન પઠાણ