પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,એલ.સી.બીના પોલીસ.ઈન્સ.શ્રી એ.આર.વાળા તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
જે અનુસંધાને ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણ શોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં તે દરમ્યાન ખાનગી બાતમીરાહે પોલીસ સ્ટાફને હકિકત મળેલ કે,અગાઉ ચોરીઓના ગુનામાં પકડાયેલ વિનોદ ઉર્ફે ઈગુ ધીરૂભાઈ સરવૈયા તથા મુકેશ કાનાભાઈ દેવીપુજક રહે. બંન્ને ચિત્રા, ભાવનગરવાળા કુંભારવાડા, અક્ષરપાર્ક ચોકડી થી આગળ મેલડીમાતાજીના મંદિર પાસે બાકડા ઉપર બેઠેલ છે. તેઓ પાસે સોના-ચાંદીનાં દાગીનાં તથા રોકડ રકમ છે. જે તેઓએ કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાંએ તપાસ કરતાં નીચે મુજબના આરોપીઓ નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવતાં તેઓની પુછપરછ કરતા નીચે જણાવ્યા મુજબની ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરતા જે અંગે રે કર્ડ ઉપર ખરાઈ કરતા નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ હોવાનું જણાય આવતા ધોરણસરની કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
પકડાયેલ આરોપી:-
1. વિનોદ ઉર્ફે ઇગુડો સન/ઓ ધીરૂભાઇ જેમાભાઇ સરવૈયા જાતે દેવીપુજક ઉ.વ-૨૨ ધંધો મજુરી રહે. રહે.સુરેન્દ્રનગર વહાણવટી,સાત નાળા, દેવીપુજક વાસ હાલ- ચિત્રા માર્કેટીંગ યાર્ડ, સ્વામીનારાણના મંદિર પાસે, દે.પુ.વાસ ભાવનગર
2. મુકેશ ઉર્ફે મુકલો સન/ઓ કાનાભાઇ કાળુભાઇ વાઘેલા જાતે દેવીપુજક ઉ.વ. ૩૫ ધંધો- વાળની ઘુંચ વેચવાનો /મજુરી રહે. ચિત્રા માર્કેટીંગ યાર્ડ, સ્વામીનારાણના મંદિર પાસે દે.પુ.વાસ ભાવનગર મો.નં. ૯૯૨૪૪૦૮૮૪૪૫
કબ્જે કરેલ મુદ્દામાલ :-
સોનાના જુંમ્મર (બુટી) જોડી નંગ-૦૧ વજન ૧૧ ગ્રામ અને ૮૪૦ મીલી ગ્રામ જેની કિ.રૂ.૭૭,૭૦૦/- ગણી
નાકમાં પહેરવાની સોનાની ચુંક (દાણો) નંગ-૦૧ વજન ૦.૦૮૦ મીલીગ્રામ કિં.રૂ.૪૦૦/- ગણી
સોનાની વિંટી નંગ-૦૧ વજન ૧ ગ્રામ તથા ૬૨૦ મીલીગ્રામ કિં.રૂ.૯૮૦૦/- ગણી
ચાંદીના છડા જોડી નંગ-૦૧ વજન ૪૨ ગ્રામ કિં.રૂ.૨૦,૦૦૦/- ગણી
ચાંદીના છડા જોડી નંગ-૦૨ વજન ૬૪ ગ્રામ ૫૦૦ મીલીગ્રામ કિં.રૂ.૩૩,૦૦૦/- ગણી
સોનાનું મંગળ સુત્ર નંગ-૦૧ વજન ૭ ગ્રામ તથા ૮૫૦ મીલીગ્રામ (મોતી સહીત) કિં.રૂ.૪૩,૦૦૦/- ગણી
સોનાની વિંટી નંગ-૦૨ વજન ૨ ગ્રામ તથા ૭૫૦ મીલીગ્રામ કિં.રૂ.૧૭૦૦૦/- ગણી
નાકમાં પહેરવાની સોનાની ચુંક (દાણો) નંગ-૦૧ વજન ૦.૧૮૦ મીલીગ્રામ કિં.રૂ.૯૦૦/- ગણી
સોનાની ચેઈન નંગ-૦૧ વજન ૧૦ ગ્રામ અને ૩૦ મીલી ગ્રામ જેની કિ.રૂ.૬૫,૦૦૦/- ગણી
સોનાના (બુટી) જોડી નંગ-૦૧ વજન ૩ ગ્રામ અને ૩૦૦ મીલી ગ્રામ જેની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી
કાનમાં પહેરવાની સોનાની કડી નંગ-૦૪ વજન તથા સોનાની ચુંક નંગ-૦૧ વજન ૧ ગ્રામ તથા ૭૪૦ મીલીગ્રામ કિં.રૂ.૨૮,૦૦૦/- ગણી
ચાંદીની પહોંચી નંગ:-૦૨ વજન ૩૬ ગ્રામ કિં.રૂ.૧૮૦૦/- ગણી
કાનમાં પહેરવાની સોનાની કડી નંગ-૦૧ વજન ૦.૫૦૦ મીલીગ્રામ કિં.રૂ.૨૭૦૦/- ગણી
ભારતીય દરની ચલણી નોટો રૂ.૫૦૦ ના દરની નોટ નંગ :-૧૬૦/- રોકડા રુપિયા :-૮૦,૦૦૦/-
અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૦૩ કિં.રૂ.૬૦,૫૦૦/- મળી કુલ કિં.રૂ.૪,૫૯,૮૦૦/-નો મુદ્દામાલ
ડીટેકટ થયેલ ગુન્હાઓ :-
1. બોરતળાવ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૦૭૧/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
2. બોરતળાવ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૦૭૭/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
3. બોરતળાવ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૩૪૯/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
4. બોરતળાવ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૭૭૯/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
5. પાલનપુર સીટી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૨૫૪/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
6. સુરત શહેર, વરાછા પો.સ્ટે ઈ.એફ.આઈ.આર
ગુન્હાની એમ.ઓ :-
આ કામના આરોપીઓ જુદા જુદા શહેરોમાં તહેવારો ઉપર રહેણાંકી વિસ્તારમાં દિવસના સમયે વાળ ખરીદવાના બહાને ઘરની રેકી કરી લઈ પછીથી તે ઘરમાં ચોરી કરવાની એમ.ઓ ઘરાવે છે.
આરોપી વિનોદ ઉર્ફે ઇગુડાને પકડવાનો બાકી (નાસતા ફરતા) ગુનાઓની વિગત :-
1. ગીર સોમનાથ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૮૮૩/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
2. રાજકોટ શહેર, બી ડીવી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૮૪૭/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪
આરોપી વિનોદ ઉર્ફે ઇગુડાનો ગુનાહીત ઈતિહાસ :-
1. સુરેંદ્રનગર, સીટી એ ડીવી. પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૦૦/૨૦૧૭ ઈ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪
2. સુરેંદ્રનગર, સીટી એ ડીવી. પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪
3. સુરેંદ્રનગર, સીટી એ ડીવી. પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૬/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪
4. બોટાદ ટાઉન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૪૨/૨૦૧૮ ઈ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪
5. નવાસારી, જલાલપોર પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૨૫/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪
6. નવાસારી, જલાલપોર પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૩૧/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪
7. નવાસારી, ટાઉન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૬/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪
8. નવાસારી, ટાઉન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૪૯/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪
9. રાજકોટ શહેર, પ્રધ્યુમનનગર પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૮૦૪૪૨૧૩૮૧૧/૨૦૨૧ ઈ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબ
10. સુરેંદ્રનગર, વઢવાણ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૧૦૫૫૨૨૦૨૭૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪
11. ગાંધીધામ, બી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં.૧૨૧૯/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૮૦, ૧૧૪ મુજબ
12. કચ્છ પુર્વ, ભચાઉ પો.સ્ટે ગુ.ર.નં.૦૪૯૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબ
13. સુરત શહેર, કાપોદ્રા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૨૨૩૧૪૮૫/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪
આરોપી મુકેશ ઉર્ફે મુકલો વાઘેલા નો ગુનાહીત ઈતિહાસ :-
1. રાજકોટ શહેર, રેલ્વે પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૧૮/૨૦૧૮ પ્રોહી કલમ ૬૬(૧) બી
2. ભાવનગર શહેર, વરતેજ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૦૧૯૬/૨૦૨૦ પ્રોહી કલમ ૬૬(૧) બી
3. જુનાગઢ, રેલ્વે પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૧૦૭/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ,પો.સબ.ઈન્સ શ્રી પી.બી.જેબલીયા,દિપસંગભાઈ ભંડારી,અરવિંદભાઈ મકવાણા, હરેશભાઇ ઉલ્વા, હિરેનભાઈ સોલંકી, નિતીનભાઇ ખટાણા, પ્રગ્નેશભાઈ પંડયા, હસમુખભાઈ પરમાર