bhavnagarBreaking NewsCrimeGujarat

ઇંગ્લીશ દારૂના ગુન્હામાં વેળાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરીયાદમાં નાસતા-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા,પેરોલ ફર્લો સ્કવોડ ઇન્ચાર્જ પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જંમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

જે અનુસંધાને ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને બાતમી મળેલ કે, ભાવનગર,વેળાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતા-ફરતાં આરોપી શૈલેષભાઇ ઉર્ફે બાલો ઉર્ફે પપ્પુ કાઠીયાવાડી હિરજીભાઇ રાદડીયા રહે.મકાન નં-૧૨૬, સંતોષનગર, લંબે હનુમાન રોડ, વરાછા, સુરતવાળો સાબરમતી જેલમાંથી છુટવાનો છે. જે બાતમી આધારે અમદાવાદ,સાબરમતી જેલ ખાતે જઇ નીચે મુજબના નાસતા-ફરતાં આરોપીને ઝડપી ભાવનગર,વેળાવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

નાસતા-ફરતાં  પકડાયેલ આરોપીઃ-શૈલેષભાઇ ઉર્ફે બાલો ઉર્ફે પપ્પુ કાઠીયાવાડી હિરજીભાઇ રાદડીયા ઉ.વ.૩૩ ઘંઘો-મજુરી રહે.મકાન નં.૧૨૬, સંતોષનગર, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી હરેશભાઇ ઉલ્વા,દિપસંગભાઇ ભંડારી,હિરેનભાઇ સોલંકી,નીતિનભાઇ ખટાણા,મહેશભાઇ કુવાડિયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ,…

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન…

1 of 111

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *