બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સરહદી જિલ્લા તરીકે ઓળખ ધરાવે છે. આ જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે. જેમાં દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે. દાંતા તાલુકામાં બે નંબરના કામ ઘણા બધા થાય છે. હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળે છે જેમાં અભ્યાસ માટે આવતા બાળકો શાળાથી ઘરે જવા માટે બસ ન હોવાથી મોતની સવારી કરતા જોવા મળ્યા અને આ જીપ ઢાળમાં ઊભેલી જોવા મળી, શાળાના બાળકો ધક્કા મારતા જોવા મળ્યા. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની?
બાળકોની સુરક્ષા સામે સવાલ થયા, શું બાળકો આવી રીતે ભણશે, આવી રીતે ઘર તરફ જશે કે પછી અકસ્માતનો ભોગ બનશે. ભૂતકાળમાં ઘણા બનાવો બન્યા છે જેમાં નિર્દોષ બાળકો મોતને ભેટે છે. દાંતા જાહેર હાઇવે માર્ગ ઉપર જીપ ચાલક જીપ બંધ થતા શાળાના બાળકો પાસે ધકકા મરાવી રહ્યા છે..
રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી