ઉમરાળા પોલીસ સ્ટાફના માણસો પો.કોન્સ.મહેશભાઇ રમેશભાઇ ગઢવી તથા પો.કોન્સ. લાલજીભાઇ ધનજીભાઇ રાઠોડ તથા પો.કોન્સ.વિજયસિંહ ટેમુભા ગોહીલ એ રીતેના પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમીયાન ક.૨૧/૩૦ વાગ્યે લંગાળા ગામે પહોંચતા અમોને બાતમી રાહે હક્કીકત મળેલ કે લંગાળા ગામનો એક ઈસમ કાળા કલરની સાઇન મો.સા.જેના રજી.નં.GJ-04-EC-9485 નુ લઇને ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ લઇને આવે છે
તેવી હકીકત મળતા લંગાળા ગામ બહાર પુલ ઉપર વોચમાં હતા દરમ્યાન ક.૨૧/૫૦ વાગ્યે ઉપરોક્ત વર્ણન વાળી મો.સા.નીકળતા મો.સા.ઉભી રાખી મો.સા.ચાલકનુ નામ-ઠામ પુછતા પોતે પોતાનુ લંગાળા તા.ઉમરાળા વાળો હોવાનુ જણાવે છે
મજકુરને ચેક કરતા પેન્ટના નેફામાથી એક ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલ મળી આવતા નજીક માથી બે પંચોના માણસોને બોલાવી સદરહુ દારૂ રાખવા બાબતે મજકુર પાસે પાસ ૫રમીટ માંગતા નહીં હોવાનુ જણાવેલ જેથી સદરહુ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ જોતા કિંગ ઇઝ ગોલ્ડ સ્પેશ્યલ વ્હીસ્કીની બોટલ નંગ-૧ હોય જે બોટલ કંપની સીલપેક હોય જે બોટલ ઉપર અંગ્રેજીમા ફોર સેલ ઇન પંજાબ ઓન્લી ૭૫ પૃફ ૪૨.૮ %v/v 750/ML લખેલ છે જે બોટલ કંપની સિલપેક હોય જેની કિ.રૂ.૪૦૦/૦૦ ગણી પંચના માની વિગતે સીલ કરી કબ્જે કરેલ છે તથા તથા એક કાળા કલરનું હોન્ડા સાઇન મો.સા.જેના રજી નં.- GJ-04-EC-9485 ની કિ.રૂ.૨૦,૦૦૦/ગણી પંચનામાની વિગતે કબ્જે કરેલ છે બાદ મજકુરને પંચો રૂબરૂ યુક્તિ પ્રયુક્તિ થી બીજો દારૂ ક્યા રાખેલ છે તે બાબતે પુછપરછ કરતા પોતાના ઘરે રાખેલ હોય તેમ જણાવતો હોય જેથી મજકુરને સાથે રાખી રહેણાકે પંચો રૂબરૂ તપાસ કરતા મજકુરના ઘરના ફળીયામાં દારૂ દાટીને રાખેલ હોય તેમ જણાવતો હોય જે પંચો રૂબરૂ ખોદી જોતા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો પ્લાસ્ટીકની થેલીમા ભરેલ મળી આવેલ હોય
સદરહુ ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ ખાત્રી કરી તમામ બોટલો બહાર કાઢી પંચો રૂબરૂ જોતા નીચે મુજબ છે(૧)કિંગ ઇઝ ગોલ્ડ સ્પેશ્યલ વ્હીસ્કીની બોટલ નંગ-૧૩ હોય જે બોટલો કંપની સીલપેક હોય જે બોટલ ઉપર અંગ્રેજીમા ફોર સેલ ઇન પંજાબ ઓન્લી ૭૫ પૃફ ૪૨,૮ %/v 750/ML લખેલ છે જે તમામ બોટલો કંપની સિલપેક હોય જે પૈકી બોટલ-૧ ની FSL તપાસણી કરાવવા સારૂ કિ.રૂગ.૪૦૦/૦૦ ગણી પંચનામાની વિગતે સીલ કરી કબ્જે કરેલ તેમજ બાકીની ૧૨ બોટલો હોય જે એક બોટલની કિરૂા.૪૦૦/૦૦ ગણી કુલ- બોટલના રૂગ.૪૮૦૦/- ગણી પંચનામાની વિગતે કબ્જે કરેલ છે
(૨) આઇકોનીક વાઇટ સુપરીયર ઇન્ટરનેશનલ ગ્રેઇન વ્હીસ્કીની બોટલ નંગ-૬ હોય જે બોટલો કંપની સીલપેક હોય જે બોટલ ઉપર અંગ્રેજીમા ફોર સેલ ઇન પંજાબ ઓન્લી ૭૫ પૃફ ૪૨.૮ %v/v 750/ML લખેલ છે જે તમામ બોટલો કંપની સિલપેક હોય જે પૈકી બોટલ-૧ ની FSL તપાસણી કરાવવા સારૂ કિ.રૂગ.૪૦૦/૦૦ ગણી પંચનામાની વિગતે સીલ કરી કબ્જે કરેલ તેમજ બાકીની બોટલો નંગ-૫ હોય જે એક બોટલની કિ.રૂ.૪૦૦/૦૦ ગણી કુલ- બોટલના રૂ.૨૦૦૦/- ગણી પંચનામાની વિગતે કબ્જે કરેલ છે પોલીસે ગે.કા વગર પાસ પરમીટ વગર પોતાની પાસે તથા કબ્જાના રહેણાકી મકાને ભારતીય બનાવટનો પર પ્રાંન્તીય ઇગ્લીશ દારૂની કંપની સીલપેક ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ- ૨૦ કિ.રૂા.૮૦૦૦/- તથા એક કાળા કલરનુ હોન્ડા સાઇન મો.
સા.જેના રજી નં.- GJ-04-EC-9485 ની કિ.રૂ.૨૦,૦૦૦/-નુ મળી કુલ કિ.રૂ.૨૮,૦૦૦/-નો મુદ્દામાલ રાખી હાજ૨ મળી આવી પ્રોહી એકટ કલમ ૬૫ એ એ,૧૧૬ બી,૯૮(૨) મુજબ નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા