Breaking NewsLatest

ઓખા ખાતે ભારતીય તટરક્ષક દળ મેરિડ એકોમોડેશનનું ઉદ્ઘાટન કરતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

દ્વારકા: ઓખા ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ (ICG) જિલ્લા વડામથક ખાતે 31 ડિસેમ્બર 2020ના રોજ યોજાયેલા ભવ્ય કાર્યક્રમ દરમિયાન ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય તટરક્ષક દળ મેરિડ એકોમોડેશન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આના કારણે આ દૂરસ્થ સ્થળ પર સામુદાયિક રહેઠાણની સગવડમાં વધારો થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સંબોધન આપતી વખતે જણાવ્યું હતું કે, માછીમાર સમુદાયને શક્તિશાળી બનાવવા માટે ICG એક આધારસ્તંભ સમાન છે અને ગુજરાતના માછીમારોની ‘આંખ અને કાન’ તરીકે સક્રિય સહભાગીતાના કારણે દરિયાકાંઠાનું સુરક્ષા વ્યવસ્થાતંત્ર વધુ શક્તિશાળી બનશે. તેમણે 2020ના વર્ષમાં કોવિડ-19ની પરિસ્થિતિ વચ્ચે પણ આ પ્રદેશમાંથી રૂપિયા 1700 કરોડના નાર્કોટિક્સનો જથ્થો જપ્ત કરીને યુવાનોને ડ્રગ્સથી બચાવવાની કામગીરી, 30 લોકોના જીવ બચાવવાની કામગીરી અને 3 બીમાર વ્યક્તિઓને દરિયામાંથી બચાવીને લાવવાની કામગીરી બદલ ICGને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ICGના એરક્રાફ્ટ અને સમુદ્રી અસ્કયામતો દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાથી સમુદ્રી સરહદ હંમેશા સલામત છે. મુખ્યમંત્રીએ ભારતીય તટરક્ષક દળ અને રાજ્ય પ્રસાશન વચ્ચે અસરકારક તાલમેલ રહેવાની આશા રાખી હતી અને અપીલ પણ કરી હતી.

DHQ ઓખા ખાતે આ કાર્યક્રમના સમાપન વખતે, આદરણીય મુખ્યમંત્રી ICGની છીછરા પાણીની કામગીરીના સાક્ષી બન્યા હતા અને સિગ્નેચર બ્રીજની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે ICG હોવરક્રાફ્ટ પર પહોંચ્યા હતા. ICGની ભગીની સેવાઓ, જિલ્લા પ્રશાસનના મહાનુભવો, ICG પરિવારના સભ્યો અને ડિજિટલ/પ્રિન્ટ મીડિયાના કર્મીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 662

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *