પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવ્રૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામના કેદીઓ, પેરોલ ફર્લો જંમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓને પકડી પાડવા માટે ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા પેરોલ ફર્લો સ્કવોડનાં કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૦૮/૦૮/૨૦૨૪ ના રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, વરતેજ પોલીસ સ્ટેશનમાં સને-૨૦૨૩ માં દાખલ થયેલ ખુન કેસના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ભાવનગર જેલમાં રહેલ વચગાળાની રજા ઉપરથી ફરાર થઇ ગયેલ કાચા કામના આરોપી નં.૧૯૬/૨૦૨૪ હરપાલસિંહ મહિપતસિંહ ગોહિલ રહે.ઘોઘા જકાતનાકા, શિવાજી સર્કલ, ભાવનગર વાળો હાલ- ભાવનગર શહેરમાં શિવાજી સર્કલ પાસે, શ્રીજી સોડાની દુકાન પાસે રોડ ઉપર ઉભેલ છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના કાચા કામના કેદી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ હાથ ઘરેલ છે.
કાચા કામના કેદી:-હરપાલસિંહ મહિપતસિંહ ગોહિલ ઉવ.૩૨ ધંધો.મજુરી રહે.હાલ- પ્લોટ નં.૮/સી, ૫૦-વારીયા, બેઠલા પુલ પાસે, ઘોઘાજકાતનાકા, શિવાજી સર્કલ, પેટ્રોલપંપની પાછળ, રામાપીરવાળો ખાંચો, ભાવનગર મુળવતન- હોઇદડ, તા.ઘોઘા, જી.ભાવનગર
આ કામગીરી કરનાર પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા, હેઙ.કોન્સ.બી.એસ.ચુડાસમા,હેઙ.કોન્સ. ભૈરવદાન ગઢવી, હેઙ.કોન્સ.પ્રજ્ઞેશભાઇ પંડયા, પો.કોન્સ. ચંન્દ્રસિંહ વાળા, પો.કોન્સ. મજીદભાઇ શમા,