પાલીતાણામાં જન્માષ્ટમીની ભગવાન શ્રીકૃષ્ણની 26 શોભા યાત્રા નીકળનાર છે જન્માષ્ટમી ની આ શોભાયાત્રા ગુજરાતના બીજા ક્રમાંકની શોભા યાત્રા ગણવામાં આવે છે ત્યારે શ્રીકૃષ્ણ ભગવાનના જન્મોત્સવને લઈને પુરા પાલીતાણા શહેરને ગોકુળ મય વાતાવરણમાં પલટાવવામાં આવી રહ્યું છે
જેમા શ્રીકૃષ્ણ ધર્મો પ્રદર્શન સમિતિ, ગૌ સેવા સમિતિ પાલીતાણા, વિશ્વ હિન્દુ પરિષદ, અને બજરંગ દળ પ્રખંડ પાલીતાણા દ્વારા છેલ્લા 15 દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં શ્રીકૃષ્ણ ધર્મો પ્રદર્શન સમિતિ, ગૌ સેવા સમિતિ દ્વારા પાલીતાણા હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વ હિન્દુ પરિષદ, અને બજરંગ દળ દ્વારા પટેલ હાઉસ ખાતે પાંચ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો
પવિત્ર યાત્રાધામ પાલીતાણામા ગુજરાત અને જિલ્લાની ગૌરવ બનેલ શ્રી કૃષ્ણ જન્મોત્સવની રથયાત્રા જે આ વર્ષની 26 મી રથયાત્રા તા.26.8 ના નિકલનારી છે ત્યારે આ રથયાત્રાના આગમને દર વર્ષ યોજાતા ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન દર વર્ષની જેમ પાલીતાણા હાઈસ્કૂલ ના મેદાન માં તા.21.8 થી તા.25.8 પાંચ દિવસ માટે શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌસેવા સમિતિ પાલીતાણા દ્વારા થઈ રહ્યું છે
આ કાર્યક્રમની શુભ શરૂઆત તા.21.8.2024 ના બોપરે 4.30 કલાકે સાધુ સંતો અને સામાજિક આગેવાનો અને કાર્યકર્તાની ઉપસ્થિતિમા કરવામા આવ્યુ
ત્યારે પંચ દસનામ જૂના અખાડા નાની શાકમાર્કેટ પાસેથી સંતોના સામયા કરી પાલીતાણા હાઇસ્કુલના મેદાનમા પૂજા અર્ચના કરી ધાર્મિક પ્રદર્શન લોકો માટે ખુલ્લું મુકવામા આવ્યું છે
જેમાં વીશાળ સરદાર વલભભાઈ પટેલ સ્ટેચ્યુનું તેમજ ધાર્મિક પ્રદર્શન સાથે ગુફા દર્શન અને અમર જવાન સ્મારક,બાળ ગોપાલ જુલા દર્શન. પૂ બજરંગદાસ બાપા મઢુલી દર્શન,લાડુ આપતા ગણપતિ,દૂધના અભિષેક દર્શન કરાવતી ગૌમાતા,ભાગીતળ સંસ્કૃતિના દર્શન કરવાવતું ગામડું ગામ,દિવા આંગી, રંગોળી,રંગીન ફુવારા, બ્રહ્મ કુમારી વિદ્યાલય સંસ્થા દ્વારા બાર જ્યોતિલિંગ દર્શન અને ધાર્મિક વેશ ભૂષા સાથેના જુદા જુદા ભગવાનના દર્શન,તેમજ આ સાથે વિવેકાનંદ કેન્દ્ર દ્વારા પુસ્તક લાઇબ્રેરીનું આયોજન કરવામા આવ્યુ છે
આ પ્રદર્શનના પ્રથમ દિવસ સાંજે 8 કલાકે શાસ્ત્રી રાજુભાઇ પંડ્યા દ્વારા વિશ્વ શાંતિ માટે યજ્ઞ કરવામા આવશે જ્યારે તા.22.23.24 ના રાત્રે 8.30 કલાકથી ભવ્ય પાલીતાણા શહેર તાલુકા ગ્રામ્ય વિસ્તારોની શાળાઓના વિધ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા રાષ્ટ્રીય, ધાર્મિક,અને સામાજિક સાંસ્કૃતિક ભવ્ય કાર્યક્રમ યોજવમા આવશે
અને તા.25.8 ના શીતળા સાતમના રોજ રાત્રે પાલીતાણા સાંદિપની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી કૃષ્ણ લીલા દર્શન સહિત શિવાજી મહારાજના જીવન દર્શન કરાવતા કાર્યક્રમ સાથે ગૌસેવા સમિતિના કાર્યકર્તા દ્વારા ભવ્ય નંદ ઉત્સવ ઉજવવામા આવશે આ ભવ્ય કાર્યક્રમની ત્યારીને સમિતીના કાર્યકર્તાઓ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે
ત્યારે દર વર્ષની જેમ યોજાતા આ ભવ્ય કાર્યક્રમમાં પાલીતાણા શહેર અને તાલુકાની સાથે ભાવનગર જિલ્લાની જાહેર જનતા માણી શકે એ રીતે તમામ સુવિધાઓ સાથે આયોજનની તૈયારીઓ કરવામાં આવી છે
આ કાર્યક્રમમા સૌરાષ્ટ્ર અને ગુજરાતના સાધુ સંત સમાજ ,અને સામાજિક અને રાજકીય આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે
આ કાર્યક્રમને દીપાવા શિક્ષક મિત્રો અને કલ્પેશભાઈ પરમાર સાથે શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌસેવા સમિતિની ટિમ ભારે મહેનત કરી રહી છે
ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા