ભાવનગર રેન્જ આઇ.જી.પી શ્રી ગૌતમ પરમાર તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ તથા મહુવા ડિવીઝનના મદદનીશ પોલીસ અધીક્ષકશ્રી અંશુલ જૈન નાઓએ પ્રોહિબિશન તથા જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હતી.
જે અન્વયે અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.એ.વાઢેર નાઓની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેમ્બલ રાજપાલસિંહ ગોહિલને મળેલ ચોક્કચ બાતમી હકીકત આધારે અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગરીબપુરા ગામ સોનાધાર તળાવના કાઠે પડતર બાવળની કાંટમા ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપતાના પાનાથી જુગાર રમતા કુલ ૦૩ ઇસમોને રોકડા રુપિયા-૧૫,૧૦૦/- તથા જુગારના સાહિત્ય સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીઓ-
(૧) વેલજીભાઇ મોહનભાઇ સોલંકી ઉ.વ.૪૮ રહે. ગરીબપુરા તા.ઘોઘા, જી.ભાવનગર. (૨) દેવાયતભાઇ દડુભાઈ મોભ ઉ.વ.૩૫ રહે.ગરીબપુરા તા.ઘોઘા, જી.ભાવનગર
(૩) નાનજીભાઈ હરજીભાઇ દિહોરા ઉ.વ.૫૦ રહે.ગોરીયાળી (રામપરા) તા.ઘોઘા જી.ભાવનગર
કામગીરી કરનાર ટીમ-
આ સમગ કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.એ.વાઢેર ની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. આર.ટી.ગોહિલ તથા પો.કોન્સ. કિશોરભાઈ ઓઘડભાઇ તથા ઉપેન્દ્રભાઈ રણજીતભાઇ ટાંક તથા જગાભાઈ પ્રેમજીભાઇ તથા ઘનશ્યામસિંહ જયરાજસિંહ ગોહિલ તથા તેજપાલસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.