આ કાર્યક્રમના પ્રથમ દિવસના શુભારંભ માં હાલોલ કોલેજના પ્રિ. ડૉ. યશવંત શર્મા સર, CWDC ના કન્વીનર ડો.સુધાબેન પટેલ,કો-કોર્ડીનેટર ડૉ. અમિષાબેન પ્રજાપતિ ,પ્રા. જલ્પાબેન,પ્રા. હિરલબેન ,શ્રીમતી ગાયત્રી બેન રાવલ , માર્ગદર્શક શિવાંગિની રાજપૂત, મોડેલ અંશુ અને એમની ટીમની બહેનો તેમજ કોલેજની વિદ્યાર્થિની બહેનો ઉપસ્થિત રહી હતી.
પ્રથમ દિવસે શિવાંગિની રાજપૂત મેડમે ચહેરા પર મેકઅપ કરતા પહેલા ચહેરા પર શું વાપરવું ત્યારબાદ મેકઅપ માં આંખો પર કઈ રીતે અને કેવા સ્ટેપથી મેકઅપ કરવો, કઈ સામગ્રી વાપરવી સાથે ગાલ અને બાકીના ચહેરા પર મેકઅપ કરતી વખતે સૌથી પહેલા ક્યા પ્રકારના સ્ટેપ કરવા અને કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કરવો તેનું વિધાર્થિની ઓને માર્ગદર્શન આપ્યું હતું.
શિવાંગિની રાજપૂત પોતાની સાથે લઈને આવેલા મોડેલ અંશુ ના ચહેરા ઉપર મેકઅપ કરતા જઈને પોતાની સુંદર વાણીથી વિધાર્થિનીઓના દિલ જીતી લીધા હતા.મોડેલ અંશુને મેકઅપથી આકર્ષક લુક આપ્યો હતો.કોલેજની વિધાર્થિનીઓએ મોડેલ અંશુ સાથે રેમ્પ વોક અને ફોટોશુટ કર્યું હતું.
બીજા દિવસે નવરાત્રિમાં લઇ શકાય એવી નવરાત્રિ લુકની હેરસ્ટાઇલ શીખવી હતી. કોલેજની વિધાર્થિનીઓને હેરસ્ટાઇલ કરતા જઈને પ્રેક્ટિકલ અને થિયરી સરસ રીતે સમજાવી હતી.
CWDC અંતર્ગત આ બે દિવસ ના કાર્યક્રમમાં CWDC ના કન્વીનર ડૉ. સુધાબેન પટેલ,કો -કોર્ડીનેટર ડૉ. અમિષા બેન પ્રજાપતિ ,પ્રા.જલ્પાબેનમકવાણા, પ્રા. હિરલબેન ઠાકોર તેમજ ગાયત્રી બેન રાવલની આખી ટીમે વર્કશોપનું સુંદર આયોજન કર્યું હતું.
આ વર્કશોપને સફળ બનાવવામાં કોલેજના પ્રિ.ડૉ. યશવંત શર્મા સર, માર્ગદર્શક શિવાંગિની રાજપૂત અને તેમની ટીમ,કોલેજ ના અધ્યાપક મિત્રો, નોન ટીચિંગ સ્ટાફ, સેવક ગણ સૌનો સાથ-સહકાર રહ્યો હતો.
રિપોર્ટર ત્રિશા પટેલ સાથે અંકિતા પારગી વડોદરા