Latest

સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે વિશ્વબંધુતા- દિગ્વિજય દિવસની ઊજવણી

શિકાગો ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલ વ્યાખ્યાનને યાદ કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે   એન.એસ.એસ. અને  વિધાર્થી પ્રતિનિધિ સમિતિ (એસ.આર.સી.) ના સંયુક્ત ઉપક્રમે પ્રિ. ડો. જગદીશ એચ. પ્રજાપતિના અઘ્યક્ષસ્થાને ૧૧  સપ્ટેમ્બર,૧૮૯૩ શિકાગો ખાતે વિશ્વવિભૂતિ સ્વામી વિવેકાનંદજી એ આપેલ ઐતિહાસિક પ્રવચનની યાદમાં વિશ્વબંધુતા તેમજ દિગ્વીજય દિવસની ઉજવણી કરવામાં આવી.

૧૧ સપ્ટેમ્બર એટલે સ્વામી વિવેકાનંદને યાદ કરી ગૌરવ લેવાનો દિવસ. સને ૧૮૯૩, ૧૧ સપ્ટેમ્બરના દિવસે અમેરિકાના શિકાગો ખાતેની વિશ્વ ધર્મ પરિષદમાં વિશ્વના પ્રકાંડ પંડિતોની હાજરીમાં પોતાના પ્રવચનથી સમગ્ર વિશ્વને ભારતની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં NSS ની સ્વયંસેવિકા બહેનો  આસ્થા ત્રિવેદી,  હેતલ રાજપુત અને જાનવી સુથારે
એ પ્રાર્થના કરી હતી. એસ.આર.સી.ના સંયોજક પ્રો. અશોક દરજીએ આવકાર ઉદબોદન આપ્યું હતું. કૉલેજ ફંકશન સમિતિના પ્રો. એમ. આર. સોલંકીએ ૧૧ સપ્ટેમ્બરની ભૂમિકા રજુ કરી સ્વામી વિવેકાનંદના વિચારો અને કાર્યોનું મહત્વ સમજાવ્યું હતું.

મુખ્ય વક્તા પ્રિ. ડો. જગદીશ એચ. પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચનમાં સ્વામી વિવેકાનંદના જન્મથી લઈને મૃત્યુ સુધીની ધર્મયાત્રા- કર્મયાત્રા -રાષ્ટ્રયાત્રા વિશે વિશેષ માહિતી આપી હતી.

તેઓએ સ્વામી વિવેકાનંદનું બાળપણ, કૉલેજ શિક્ષણ, સેવાવૃત્તિ, વાંચનગ્રહણ શક્તિ, રામકૃષ્ણ પરમહંસ સાથેની મુલાકાત, મહાકાલી માતા પાસે રાષ્ટ્રભક્તિની યાચના, નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા તે પ્રસંગ, સામાજિક સમરસતા અંગે સ્વામીજીના વિચારો, જમશેદજી ટાટા અને ખેતડીના રાજા અજિતસિંહ સાથેની મુલાકાત વગેરે વિસ્તારથી વર્ણવ્યા હતા અને સાંપ્રત સમયમાં સ્વામી વિવેકાનંદના વિચારોની પ્રાસંગિકતા સમજાવી હતી. સ્વામીજીના કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ બાબતે આપેલ પ્રવચનો યાદ કર્યા હતાં.

ખાસ તો ૧૧ સપ્ટેમ્બરની શિકાગો ખાતેની ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલ પ્રવચન બાબતે વિશેષ પ્રકાશ પાડી જણાવ્યું હતું આ પ્રવચનથી સ્વામીજીએ સમગ્ર વિશ્વને વેદાંતનો પરિચય કરાવી ભારતની અજય અમર હિંદુ સંસ્કૃતિનો ડંકો વગાડ્યો હતો.

તેઓએ સ્વામી વિવેકાનંદના વિચારોને આત્મસાત કરી  સ્વામીજીના સ્વપ્નોનું ભારત બનાવવા યુવાનોને નચિકેતાની બની રાષ્ટ્રનિર્માણમાં આહુતિ આપવા આવાહન કર્યું હતું.  તેઓએ પોતાની વ્યક્તિગત લાઈબ્રેરીમાંથી સ્વામી વિવેકાનંદના જીવન વિશેના પુસ્તકો લાવી વિદ્યાર્થીઓને વાંચન અર્થે આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.આર.સી. સમિતિના સંયોજક પ્રો. અશોક દરજીએ અને આભાર વિધિ પ્રો. ડો. ગોવિંદ વારડેએ કરી હતી. અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો હતો. આ પ્રસંગે  સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *