Latest

ગરીબ માતાઓના ઘરમાં આવશે દિવાળી : શ્રી કસવાલા

સાવરકુંડલાના આંગણવાડી કાર્યકર અને તેડાગર કુલ.192 બહેનોની બાકી રહેતી ગ્રેચ્યુઇટીની રકમ 1.92 કરોડની ફાળવણી

નિવૃત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની વહારે આવતા ધારાસભ્ય કસવાલા

કસવાલા દ્વારા 1972 પછીના નિવૃત્ત થયેલ બહેનો માટે ગ્રેચ્યુઇટીની રકમ બાબતે જિલ્લા સંકલનમાં પ્રશ્ન લઈ મેળવી સફળતા

ધારાસભ્ય શ્રી મહેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ અને જિલ્લા પોગ્રામ ઓફિસર શ્રી મનીષાબેન, તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.ડી.વાઘાણીના વરદ હસ્તે લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યું

આજ રોજ આઇ.સી.ડી.એસ વિભાગ સાવરકુંડલા દ્વારા નિવૃત્ત થયેલ અને રાજીનામા આપેલ તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ગ્રેજ્યૂટી એક્ટ 1972 અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

આ કાર્યક્રમના અધ્યક્ષ અને સાવરકુંડલા લીલીયા મત વિસ્તારનાં માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સાથો સાથ આ તકે અમરેલી જિલ્લા પંચાયતનાં આઇ.સી.ડી.એસ વિભાગનાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી મનીષાબેન મુલતાની પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાનાં પ્રમુખ શ્રી મેહુલભાઇ ત્રિવેદી, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ સાવજ, જિલ્લા પંચાયતનાં સદસ્ય શ્રી લાલભાઈ મોર, શરદભાઈ ગોદાની તેમજ માજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા તેમજ તાલુકા પંચાયતનાં સદસ્યશ્રીઓની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત બહેનો દ્વારા સમૂહ પ્રાર્થના કરીને કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મંચસ્થ તમામ મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાવરકુંડલા ઘટક-૧-૨ નાં સી.ડી.પી.ઓ શ્રી દક્ષાબેન ભટ્ટ દ્વારા તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી આજના કાર્યક્રમનાં હેતુઓ વિશે વાત કરવામાં આવેલ હતી, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી મનીષાબેન મુલતાની તાલુકા વિકાસ અધિકારીશ્રી જીગ્નેશભાઈનાં વદર હસ્તે પ્રતીક રૂપ બનાવેલ ચેક અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ હાજર રહેલ તમામ જિલ્લા પંચાયતનાં સદસ્યશ્રીઓ અને તાલુકા પંચાયતનાં સદસ્યશ્રીઓનાં વરદ હસ્તે ગ્રેજ્યૂટી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, આ તકે આજનાં કાર્યક્રમનાં અધ્યક્ષ અને સાવરકુંડલા લીલીયા મત વિસ્તારનાં લોક લાડીલા અને યુવા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવેલ હતું

જેમાં કુલ ૧૯૨ નિવૃત્ત થયેલ  આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આજે ગ્રેજ્યૂટી નો ચેક અર્પણ કરવામાં આવ્યો છે જેની કુલ રકમ એક કરોડ બાણુ લાખ રૂપિયા આપવામા આવેલ છે બાકી રહેતા બહેનોને પણ દિવાળી પહેલા તેમની ગ્રેજ્યુટી ની રકમ મળી જશે તેવી ગેરંટી ધારાસભ્ય શ્રી દ્વારા આપી પોતાનું વક્તવ્ય પૂર્ણ કરેલ. કાર્યક્રમનાં અંતે આઇ.સી.ડી.એસ વિભાગ ના આંકડા મદદનીશ શ્રી ગૌરાંગભાઈ ચાંદુ દ્વારા તમામ મંચસ્થ મહાનુભાવોનો આભાર માંની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ હતો. આ સમગ્ર કાર્યક્રમનું એંકરિંગ આઇ.સી.ડી.એસ.વિભાગ નાં ડીસ્મુ બ્લોક કો ઓર્ડીનેટર શ્રી મુસ્તાકભાઈ મહેતર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર

આઇ.સી.ડી.એસ.વિભાગ નાં મુખ્ય સેવિકા બહેનો તેમજ સ્ટાફ ભાઈઓ બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો તેમ “અટલધારા” કાર્યાલયના ઈન્ચાર્જ જે.પી.હિરપરાએ અખબારી યાદીમા જણાવ્યુ હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *