શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ તીર્થ અને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજીધામને દેશની આન,બાન અને શાન તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે ભક્તો દુરદૂરથી દર્શન કરવા આવે છે.
થોડા વર્ષ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા 51 શક્તિપીઠ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આજે રવિવારના દિવસે સવારે 9 કલાકે માથાભારે ટ્રક ચાલકે સર્કલ નો અમુક ભાગ ટ્રક દ્વારા અથડાવીને ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા હજુ સુધી આ ફરાર ટ્રક ચાલકને પકડવામાં આવ્યો નથી.
સમગ્ર વર્ષ દરમિયાન પરિક્રમા મહોત્સવ અને ભાદરવી મહોત્સવ દરમિયાન જ 51 શક્તિપીઠ સર્કલ ની લાઇટો ચાલુ રહેતી હતી ત્યારબાદ માતાજીનુ ધામ હોવા છતા સર્કલ ઉપર લાઈટો બંધ રહેવા પામતી હતી. આજે થયેલા અકસ્માતમા સર્કલ ને નુકશાન થયુ છે અને રેલીંગ પણ તુટી ગઈ છે ત્યારે આવા માથાભારે ટ્રક ચાલક પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવુ આસપાસના લોકો કહી રહ્યા છે.
છેલ્લા કેટલાય સમયથી અંબાજીમા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. અંબાજીમા માથાભારે મહિલા બુટલેગર નો પણ ત્રાસ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ.અમિત પટેલ અંબાજી