લાઈનો…યુરિયાના કાળો કારોબાર કરતા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગ..
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે એરીયા અને ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. ખેડૂતોને વધુ ખાતર ફાળવવામાં આવે તેવી ડેપો મેનેજરની માગણી ઉઠવા પામી છે. જોકે ખેડૂતોને વાવેતર ટાઈમે ખાતરની જરૂર હોય તાત્કાલિક ધોરણે સરકાર ખાતરની વ્યવસ્થા કરે અથવા જે અમુક લોકો ખાતરનો સંગ્રહ કરી કાળો કારોબાર કરી રહ્યા છે તેમના સામે કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.
વિસ્તારમાં ખાતર ખેડૂતો સુધી ન પહોંચતું હોય રાત્રિના સમયે બારેબાર વેચાઈ જતું હોય તેવી ખેડૂતો ની રાય ઉઠવા પામી છે.ત્યારે ખાતરની તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે સાથેજ રાધનપુરમાં કાળો કારોબાર કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.