Latest

જગતના તાત ખેડુતોને નિષ્ફળ ગયેલા પાકનુ વળતર ચુકવવા ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા

કૃષી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ ગ્રામીણ ગામડાના ખેડૂતોની સમસ્યા નિવારવા ધારાસભ્યોની માંગ

વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, મહેશ કસવાળા, હિરાભાઈ સોલંકી, જનક તળાવીયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક

શીંગ, કઠોળ અને કપાસની તબાહી, અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવી નિયમ મુજબની સહાય ચુકવવાની સરકારમા ખાસ અનુરોધ અમરેલી જીલ્લાના ધારાસભ્યોએ કરી

તાજેતરમાં ભારે થી અતિભારે વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયેલ છે ખુબજ પવન સાથે અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો ખેતીનો પાક શીંગ, કઠોળ તેમજ કપાસના પાકને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે, અને લીલા દુષ્કાળની પરિસ્થીતી સર્જાયેલી છે

જેથી ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થઇ શકાય તે માટે થયેલ નુકશાનનો તાત્કાલીક સર્વે કરાવી સરકારશ્રીના નિયમો મુજબ સહાય ચુકવવા માટે અનેક ખેડૂતો દ્વારા ધારાસભ્યોને રજુઆત મળતા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાળા, અને લાઠી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જનકભાઇ તળાવીયા તેમજ રાજુલાના ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ આજે ગાંધીનગર ખાતે રાજયના કૃષીમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ સમક્ષ જગતના તાત ખેડૂતોના શીંગ, કઠોળ અને કપાસ વગેરે પાકોની તબાહી થતા સત્વરે તેનો સર્વે કરી ઝડપથી સહાય ચુકવવા અમરેલી જિલ્લાના ધારાસભ્યોએ ખેડૂત હિતમાં રજૂઆતો કરીને તાકીદે ખેડૂતોની મુશ્કેલીઓનું નિવારણ આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે તે અંગે થયેલી ફળસ્વરૂપ રજૂઆતો રાઘવજીભાઇ પટેલે ધ્યાને લીધેલ હતીને કૃષી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ બેઠક યોજેલ હતી તેમજ ધારાસભ્યોની રજૂઆતોનો નિરાકરણ લાવવાની તંત્રના અધિકારીઓ સાથે કૃષી મંત્રીએ ધરપત આપી હોવાનું જાણવા મળી રહ્યું છે તેમ સત્વ અટલ ધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *