Breaking NewsLatest

સૈન્ય દિવસ નિમિત્તે 1971ના મળેલ વિજયના અભિનંદન પાઠવી જુસ્સો વધારતા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્ય.

અમદાવાદ: ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી 2021ના રોજ સૈન્ય દિવસની ઉજવણીના ભાગરૂપે “વિજય રન”નું આયોજન કરવામાં આવ્યું હતું. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય સૈન્યએ મેળવેલા વિજયના સ્વર્ણિમ વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ પ્રત્યક્ષરૂપે 15થી વધારે સ્થળે યોજવામાં આવ્યો હતો જ્યારે સમગ્ર દેશના નાગરિકો માટે વર્ચ્યુઅલ માધ્યમથી પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈન્ય, વાયુસેના, BSF, તટરક્ષક દળ, પોલીસદળના લગભગ 5000 જવાનો અને અન્ય ઉત્સાહિતોએ “સૈનિકો માટે દોડ, સૈનિકો સાથે દોડ”માં આપણા સશસ્ત્રદળોના શૌર્ય અને હિંમતની ઉજવણી કરવા માટે મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન શારીરિક તંદુરસ્તીની જરૂરિયાતને આગળ વધારવા માટે તેના પર પ્રકાશ પાડવામાં આવ્ય હતો અને દેશવાસીઓમાં એકતાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.

મુખ્ય સક્રિય દોડ મેરેથોનનો કાર્યક્રમ ગાંધીનગર મિલિટરી સ્ટેશનમાં પરબત અલી બ્રિગેડ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં 200થી વધારે સહભાગીઓએ વિવિધ શ્રેણીમાં ભાગ લીધો હતો અને કોવિડના પ્રોટોકોલનું પાલન કરીને દોડ્યા હતા.

દોડના વિજેતાઓના સન્માન માટે ભવ્ય પુરસ્કાર વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમ મુખ્ય અતિથિ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ‘ખુકરી નૃત્ય, મલખંબ અને માર્શલ સંગીત’ સહિત માર્શલ આર્ટ્સનું ભવ્ય પ્રદર્શન સહભાગીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ કેશોદમાં રેલવે અંડર બ્રીજની કામગીરીનું નિરીક્ષણ કર્યું

કેન્દ્રીય મંત્રીશ્રીએ ઝડપભેર રેલવે અંડર બ્રીજનું કામ પૂર્ણ કરવા આપી સૂચના :…

પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી…

1 of 668

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *