શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના એકાવન શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.
અંબાજી ખાતે એનજીઓ સંસ્થા દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોથી મહીલા સશક્તિકરણ, ભીખ નહિ પણ ભણતર સહિતની વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ શરૂ કરાય છે,જેના પગલે આ વિસ્તારમાં મહિલાઓમાં અને લોકોમાં ઘણી જાગૃતિ આવી છે.
શનિવારે શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજીમાં શરદ ઉત્સવ મેળા કાર્યક્રમમાં એડીજીપી(એડમીન) ગાંધીનગર,ગગનદીપ ગંભીર હાજર રહ્યા હતા અને તેમને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આદિવાસી બાળાઓ સાથે ગરબા રમ્યા હતા તેમની સાથે શક્તિ સેવા કેન્દ્રના ઉષાબેન અગ્રવાલ પણ હાજર રહ્યા હતા.કાર્યક્રમમા મોટી સંખ્યામાં આદિવાસી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા અને કાર્યક્રમ સફળ બનવા પામ્યો હતો.
અંબાજી ખાતે દાંતા રોડ ઉપર આવેલી શક્તિ સેવા કેન્દ્રમાં સખી મંડળો દ્વારા માતાજીની મંદિરના શિખરની ધજાઓ મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે અને મહિલાઓને રોજગારી આપવામાં આવે છે
સાથે સાથે આ સેવા કેન્દ્રમાં અગરબત્તી, દીવા સહિતની ઘણી બધી વસ્તુઓ સ્થાનિક મહિલાઓને રોજગારી આપવામાં સૌથી મોટો ફાળો અમદાવાદના ઉષાબેન અગ્રવાલ અને તેમની શક્તિ સેવા કેન્દ્રનો છે.
અંબાજી ખાતે ગબ્બર તળેટીમાં વર્ષોથી ભીખ માંગતા બાળકોને ભિક્ષાવૃત્તિથી મુક્ત કરીને તેમને શાળાએ પોતાના ખર્ચે ભણતરમાં મૂક્યા હતા અને ત્યારબાદ તેમને પોતાનું બેગ પાઈપર બેન્ડ પણ બનાવ્યુ હતુ. તાજેતરમાં આ બેન્ડ ગુજરાતમાં ઘણા બધા એવોર્ડ જીત્યુ હતુ.
શનિવારે અંબાજી ખાતે શક્તિ સેવા કેન્દ્ર પરિસરમા શરદ ઉત્સવ મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજની બાળાઓ દ્વારા સુંદર ગરબા, આદિવાસી નૃત્ય અને સ્પીચ પણ આપવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં ગાંધીનગરથી આવેલા મહિલા આઇપીએસ ઓફિસર ગગનદીપ ગંભીર પણ હાજર રહ્યા હતા અને તેમને આ સંસ્થાના વખાણ કર્યા હતા. શક્તિ સેવા કેન્દ્રના ઉષાબેન અગ્રવાલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહિલા આઇપીએસ ગગનદીપ ગંભીર આદિવાસી બાળાઓ સાથે ગરબે ઘૂમ્યા હતા. આ કાર્યક્રમમાં ગગનદીપ ગંભીર, એડીજીપી(એડમીન) ગાંધીનગર સહિત ઉષાબેન અગ્રવાલ, ફાઉન્ડર, શક્તિ સેવા કેન્દ્રના ખાસ હાજર રહ્યા હતા. શરદ ઉત્સવ મેળામાં આવેલા લોકોને પકોડી અને સમોસાનો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી