શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે..
હાલમા દિવાળી નો તહેવાર ચાલી રહ્યો છે.. આ તહેવારમા લોકો ફટાકડાની દુકાનો કરે છે.. ફટાકડા ની દુકાનો કરવા માટે બે મહિના પહેલા ડોક્યુમેન્ટ આપીને લાયસન્સ મેળવવુ પડતુ હોય છે…
પરંતુ હાલમાં હપ્તાનીતિના પગલે અંબાજીના બજારમાં ઠેર ઠેર 50થી વધુ ફટાકડાની ગેરકાયદેસર લારીઓ ખુલી ગઈ છે.. સામે પક્ષે લાયસન્સ લઈને દુકાનો કરતા ફટાકડા ના વેપારીઓ ભારે નારાજ જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે લાયસન્સ લેવાના મતલબ શું…
રોડ વચ્ચોવચ આવી ફટાકડાની ગેરકાયદેસર લારીઓ જુના ભોજનાલયથી પંચાયત શોપિંગ સેન્ટર સુધી જોવા મળી રહી છે.. વહીવટી તંત્ર ને પોલીસ તંત્ર કેટલું નિષ્ક્રિય જોવા મળે છે.કોઈ મોટી ઘટના બનશે તો જવાબદારી કોની…
લાયસન્સ ધારકો ડોક્યુમેન્ટ સાથે ફાયર બુઝાવવાના ઉપકરણો પણ રાખી રહ્યા છે.. સામે ગેરકાયદેસર ફટાકડા ભરીને ધંધો કરવા વાળા લારીયા વાળા હપ્તા આપીને રોડ વચ્ચે ગેરકાયદેસર વેપાર કરી રહ્યા છે તંત્ર આંખે પાટે બાંધીને બેઠું જ છે દશામા મંદિર પાસે જીઇબી ઓફિસ આગળ લાયસન્સ વાળી દુકાન કઈ રીતે ખુલી દર વખતની જેમ આ વર્ષે પણ સરકારી જગ્યા આગળ લાયસન્સ વાળી દુકાન ખુલતા લાયસન્સ આપનાર અધિકારી સામે ઘણા પ્રશનો ઊભા થયા છે કેમ કે જી બી ઓફીસ આગળ ની જગ્યા સરકારી છે તો ફટાકડા ની દુકાન કરવા વાળાને આકારણીની કોપી કોને આપી અંબાજી માં મંજુરી કોણે આપી શું કે પછી અધિકારી સેટિંગ ડોટ કોમ ચાલે છે કે શું????
રિપોર્ટ… અમિત પટેલ અંબાજી