Latest

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટનાને પગલે આરોગ્યમંત્રીએ સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને કડક કાર્યવાહી કરવા સૂચના આપી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ દુ:ખ વ્યક્ત કરતા

જણાવ્યું હતું કે, આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી દ્વારા આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવે નહીં અને આ હોસ્પિટલના માલિક, સંચાલકો, તબીબો સહિતના લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.

વધુ વિગતો આપતા દ્વિવેદીએ ઉમેર્યુ હતું કે, તા. ૧૨ નવેમ્બરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા યુ.એન.મહેતાના કાર્ડિયોલોજીસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞો તેમજ PMJAY-મા યોજના હેઠળની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ)ના તપાસ સમીતિની રચના કરાઇ હતી.

આ સમીતીએ ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જે ક્ષતિઓ જણાઇ તે રીપોર્ટ આરોગ્ય વિભાગને રજૂ કર્યો હતો.

જેમાં પ્રારંભિક તબક્કે જાણવા મળ્યું છે કે , ખ્યાતિ હોસ્પિટલની ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાલિસણા ગામે આરોગ્ય કેમ્પ કરીને ૧૯ જણાને અમદાવાદ સ્થિત હોસ્પિટલ ખાતે સર્જરી માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી ૧૯ દર્દીઓની એન્જીયોગ્રાફી અને તેમાંથી ૦૭ દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરાઇ હતી. આ ૦૭ દર્દીઓ પૈકી ૦૨ દર્દીઓનું દુ:ખદ મૃત્યુ નિપજ્યું હતું.

આ સમગ્ર ઘટનામાં કમિટીને ગુનાહિત કૃત્ય અને મેડિકલ બેદરકારી જણાઇ આવતા રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ સંદર્ભે ગેરરિતી બદલ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

અમદાવાદ સ્થિત ખ્યાતી હોસ્પિટલને પી.એમ.જે.વાય-મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેકલીસ્ટ કરવામાં આવી છે. આ ઘટના સંદર્ભે ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલ ડૉક્ટર રાજ્યની અન્ય કોઈ પણ હોસ્પિટલમાં કામ કરી શકશે નહી.

હોસ્પિટલના માલિક, ટ્રસ્ટી અને અન્ય હોસ્પિટલ સાથે સંલગ્ન હશે તો તે હોસ્પિટલની પણ PMJAY માન્યતાની ચકાસણી કરી તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે

હોસ્પિટલના માલિક અને એમ્પેન્લમેન્ટ ડૉક્ટર વિરૂધ્ધ ભારતીય ન્યાય સહિતા(BNS) ની કલમ ૧૦૦, ૧૦૫, ૩૩૬ અને ૬૧ સહિતની અન્ય કલમો અન્વયેની સરકાર તરફથી પોલિસ ફરિયાદ કરવામાં આવશે.
આ ઘટના સાથે સંકળાયેલા ડૉક્ટર વિરૂધ્ધ જરૂરી પગલાં લેવા માટે Gujarat Medical Councilને સુચના આપવામાં આવશે. વઘુમાં હોસ્પિટલમાં અગાઉ થયેલ Cardiologyના કેસોની પણ ચકાસણી કરાશે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, મંત્રીશ્રીની સૂચનાને પગલે પી.એમ.જે.એ.વાય.-મા યોજના અંતર્ગતની મુખ્ય પાંચ ઇમરજન્સી સર્જરીના વ્યવસ્થાગત મજબૂતીકરણ માટેની SOP(Standred Operating Procedure) તૈયાર કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
જે મુજબ પ્રાથમિક તબક્કે કાર્ડિયોવાસ્યુકર સર્જરી સંદર્ભે PMJAY એમ્પેલન્ડ હોસ્પિટલમાં Cardiology અને Cardiovascular Surgery Speciality બન્ને હોય તો જ Cardiology Package માટે માન્યતા (સિવાય કે Heart Attackના કિસ્સામાં Primary Angioplasty કરવાની જરૂર હોય) આપવામાં આવશે.
Cardiology Speciality અંતર્ગત ડૉકટરે કામગીરી કરવા માટે ફુલ ટાઈમ Cardiologist જરૂરી છે વધુમાં ડોક્ટર Post DM/MCH ૨ વર્ષનો અનુભવ ફરજીયાત રહેશે.
Cardiology પેકેજ માટે કેથલેબ ઉપરાંત Cardiac OT ફરજીયાત રહેશે.
Visiting Cardiologist અથવા Cardiovascular Surgeonને PMJAY અંતર્ગત માન્યતા મળશે નહીં.
આ ઉપરાંત Clinical Establishment Act અન્વયે ચોક્કસ Procedure માટે ‘Informed Consent’ અંગેની ચોક્કસ જોગવાઈઓ દાખલ કરવામાં આવશે.
PMJAYના High Package વોલ્યુમના દાવાઓના મોનેટરીંગ માટે વધારાના સુપર સ્પેશ્યાલિસ્ટની સેવા લેવામાં આવશે. આ SOP સંદર્ભેની માહિતી ટુંક સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવશે.વધુમાં અન્ય ઇમરજન્સી પ્રોસિજરને લગતી SOP પણ બનાવીને રજૂ કરાશે.

દ્વિવેદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા – યોજના હેઠળની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) દ્વારા કરવામાં આવેલ કામગીરી સંદર્ભે જણાવ્યું હતું કે, એક વર્ષમાં ૯૫ હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી. જેમાંથી પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરાઇ. તેમજ રૂ.૨૦કરોડથી વધુની રકમની પેનલ્ટી પણ કરવામાં આવી છે. ૧૦૨૪ લાભાર્થીઓની રૂ. ૪૪ લાખ જેટલી રકમ પાછી આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *