બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા અને અમીરગઢ તાલુકામાં સૌથી વધુ આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. અરવલ્લીની પર્વતમાળા વચ્ચે મોટી સંખ્યામાં આદિવાસી લોકો ખેતીવાડી કરતા હોય છે
ત્યારે આજે બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં તાલુકાના અલગ અલગ ગામોમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. દાંતા તાલુકામાં હડાદ, મોટા બામોદરા સહિત અનેકો ગામોમાં બિરસા મુંડા ની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી
ત્યારે બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજના સૌથી મોટા નેતા લાભુભાઈ પારગી બહારથી આવેલા આદિવાસી નેતા ઉપર ગરજ્યા હતા અને નિવેદન આપ્યું હતું કે જય જોહર બોલીને અમારા વિસ્તારમાં આદિવાસી સમાજમાં ભાગલા પડાવતા નહીં તેને અમે સાંખી લેશું નહીં.
મોટા બામોદરા ખાતે મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનોની વચ્ચે લાધુભાઈ પારગી એ પોતાના સમાજ વિશે મન મૂકીને વાતો કરી હતી અને જણાવ્યું હતું કે આદિવાસી સમાજ વર્ષો જૂનો સમાજ છે જેમાં વર્ષોથી જય શ્રી રામ અને રામરામની પરંપરા છે જે અમે ગુજરાતમાં ચલાવી રહ્યા છીએ પરંતુ ઝારખંડ અને અન્ય રાજ્યથી આવેલા કેટલાક આદિવાસી લોકો અમારા વિસ્તારમાં જય જોહર બોલીને અમારા સમાજનું નુકસાન કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લા તરીકે ઓળખાય છે.આ જિલ્લામાં પાકિસ્તાન બોર્ડર રાજસ્થાન બોર્ડર અને આદિવાસી સમાજ સૌથી વધુ વસવાટ કરે છે. આદિવાસી સમાજ મોટાભાગે પહાડી વિસ્તારમાં વસવાટ કરે છે અને ખેતીવાડી અને મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે,
ત્યારે આ સમાજમાં વર્ષો પહેલા બિરસા મુંડા આગેવાન તરીકે ખ્યાતિ ધરાવે છે, ત્યારે હાલમાં આદિવાસી સમાજ ગામે-ગામ બિરસા મુંડા ની જન્મ જયંતી ઉજવી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજના મોટા નેતા લાધુભાઈ પારગી એ જણાવ્યું હતું કે અમે બિરસા મુંડાને યાદ કરીને કાર્યક્રમ શરૂ કર્યો છે અને અમારી આદિવાસી સમાજમાં વર્ષોથી રામરામ અને જય શ્રી રામની પરંપરા ચાલે છે, પરંતુ હાલમાં ગુજરાત બહાર અને ઝારખંડ થી આવેલા કેટલાક બની બેઠેલા આદિવાસી નેતાઓ અમારા વિસ્તારમાં આવીને બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે જય જોહર બોલીને આદિવાસી સમાજમાં ભાગલા પડાવી રહ્યા છે અને આદિવાસી સમાજમાં ખોટો મેસેજ આપી રહ્યા છે જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ,
અમે વર્ષોથી ભગવાન રામને માનતા આવ્યા છીએ અને જયશ્રીરામ બોલતા આવ્યા છીએ. જે લોકો જય જોહર બોલીને ગામેગામ નિવેદન આપે છે તેનું અમે વિરોધ કરીએ છીએ આવા નેતાઓ ચેતી જજો તેવી ગંભીર ચેતવણી પર બનાસકાંઠાના આદિવાસી નેતા લાભુભાઈ પારધીએ મોટા બામોદરા ગામે આપી હતી.
બનાસકાંઠા અંબાજી પ્રહલાદ પૂજારી