જ્યાં અનંત આત્માઓ મોક્ષને પામ્યા છે તેવા શાશ્વત ગીરીરાજ શેત્રુંજય ની યાત્રનો આજથી શાસ્ત્રોક રીતે પ્રારંભ થયો હતો, આજે કાર્તિક પુનમ એટલેકે યાત્રાના પ્રારંભ નો દિવસ, ગરિરાજ શેત્રુંયની યાત્રાનો આજે આજ વહેલી સવારે ૪–૩૦ કલાકે પ્રારભં થયો હતો.
આજ થી આંઠ મહિના માટે ભાવિકો પાલીતાણા શેત્રુંજય ની યાત્રા કરીને પુણ્ય નું ભાથું મેળવશે. લોકોની યાત્રા સુખમય રહે તે માટે તંત્ર અને પેઢી દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે
ચાર માસ ચાતુર્માસના હોય શાસ્ત્રો પ્રમાણે આ ચાર માસ યાત્રા માંગલિક રહેતી હોય છે, ચાતુર્માસ કરવા પાલીતાણા માં હજારોની સંખ્યામાં આરાધકો આવતા હોય છે પરંતુ શેતૃજ્ય યાત્રા ચાતુર્માસની પુર્ણાહુતી બાદ આજે કાર્તિકી પૂનમ થી ચાલુ થતી હોય છે.
ચાર્તુમાસના ચાર માસના વિરામ બાદ અષાઢ સુદ પુનમથી બધં થયેલી યાત્રા આજે વહેલી સવારથી જય જય આદીનાથના જય ઘોષ સાથે જય તળેટીથી શત્રોક્ત વિધિ પ્રમાણે ચાલુ થઈ હતી જેમાં પ્રથમ દિવસે જ હજારો ભાવિકો યાત્રામાં જોડાયા હતા.
જય તળેટીથી ચૈત્યવંદન કરી આગળ ઉપર બાબુનું દેરાસર, સમવસરણ મંદિર,પદમાવતી ટૂક, હનુમાન ધાર, ચૌમુખીની ટુક, હેમવસાહીની ટૂક, બાલાવરાહી ટૂક, ઉજકાબાઈની ટૂક, મોતીશાની ટૂક આવે છે. નવ ટૂકોમાં થઈને આગળ નવા રામપોળના રસ્તે થઈને સૌ પ્રથમ રામપોળ જવાય છે. અહીંથી પછી આગળ સાગળપોળ, વાઘણપોળ, અન્નપોળ, દાદાની પોળ આવે છે.
આ પછી સૂરજકુંડ આવે છે. નવ ટૂકમાં મોહિની ટૂકમાં અબદબ દાદાની મોટી મૂર્તિ છે. તે ખૂબ જ મોટી હોવાથી અદ્ભૂત આદિનાથ કહેવાય છે. પાછળથી લોકોએ તેને અદબદ દાદા નામ પાડયું તેની પૂજા વર્ષમાં એક જ વાર થાય છે.
અહીં પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન ૯૯૯ વાર સમોસર્યા હતા જે આ મહાતીર્થની પવિત્રતા દર્શાવે છે. જેમાંના ૨૪ તીર્થકરોમાંના ૨૩ તીર્થકરોએ આ મહાતીર્થની ભૂમિ પરથી વિશ્વના જૈન ધર્મનો મહામંગલકારી સંદેશો આપેલ છે
આં યાત્રા દરમિયાન ભાવિકો માટે આણદજી કલ્યાણજી પેઢી દ્રારા ઠેર–ઠેર પરબો પર સાદા અને ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આજથી યાત્રીકો માટે ભાતાઘર પણ ખુલી ગયું હતું.
આમ આ યાત્રાનો ભાવિકો ઉપરાંત આચાર્ય ભગવંતો, મહારાજ સાહેબો આરાધકો તથા શ્રધ્ધાળુ જૈનેતર સહીત હજારો ભાવિકો જોડાયા હતા. ૩૭પ૦ પગથીયા ચડીને શીખર પર દર્શન કરવાથી આ યાત્રા બે માઇલની થાય છે,અને ૩ કલાક જેટલો સમય લાગતો હોય છે.
યાત્રા પૂરી કરીને આવતા યાત્રાળુ ની પેઢી દ્વારા સંઘ પૂજન કરવામાં આવ્યું હતું, આમ કાર્તિકી પુનમથી શરૂ થતી આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાતા ભાવિકોની સુવિધા માટે તત્રં દ્રારા વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
રિપોર્ટર, વિજય જાદવ પાલીતાણા