એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને ફાયદો કરાવવા રાધનપુર નગરપાલિકા દ્વારા વગડા માં રોડ બનાવવાનો પ્રેમ ઉભરાતા રાધનપુર શહેર રહેણાંક વિસ્તાર ની જનતા માં જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે રાધનપુર ના અનેક જાગૃત નાગરિકો દ્વારા આ કામગીરી બાબતે મ્યુનિસિપાલિટી એડ મીનીસ્ટ્રેશન ની કચેરી ગાંધીનગર ખાતે લેખિતમાં રજુઆતો કરવામાં આવેલ છે
ત્યારેમ્યુનિસિપાલિટી એડ મીનીસ્ટ્રેશન ની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ 9-11-2024 ના રોજ પ્રાદેશીક કમિશનર, ગાંધીનગર દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવીકે અરજદાર ની રજુઆત પરત્વે આપની કક્ષા એ થી જરૂરી તપાસ કરાવી નિયમાંનુસાર યોગ્ય કાર્યવાહી કરવાં તથા કરેલ કાર્યવાહી અંગે અરજદાર ને યોગ્ય પ્રતિઉત્તર પાઠવી આપવા જણાવેલ છે
ત્યારે આ તપાસ શરૂ થતાં રાધનપુર ના રહેણાંક વિસ્તાર ના લોકો માં ખુશી જોવા મળી હતી ત્યારે બીજીબાજુ સબકા સાથ સબકા વિકાસ ના દાવા જાણે રાધનપુર નગરપાલિકા માં પોકળ સાબિત થતાં જોવા મળી રહ્યા છે ચાહે પછી સફાઈ કામનો પ્રશ્ન હોય કે રોડ રસ્તા ના કામો, પાણી ની સમસ્યા હોય તેવા અનેક કામો નો કોઈ નિકાલ આવતો નથી.
ત્યારે તાજેતરમા રાધનપુર નગરપાલિકા દ્વારા 3:38 લાખ ના ખર્ચે જે નવીન તાલુકા સદન થી વારાહી હાઇવે સર્વિસ રોડ (લજપત નગર થી હારીજ બાયપાસ રોડ )સી સી રોડ બનાવવા નો છે
જે ની સામે રહેણાંક વિસ્તાર માં વિકાસ ના કામો ના થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો લોકો ના આક્રોશ નુ કારણ તેમના જણાવ્યા મુજબ આ જે ત્રણ કરોડ ઉપર ની માતબર રકમ નો જે ખર્ચ કરવામાં આવે છે ત્યાં જોવે એવો કોઈ રહેણાંક વિસ્તાર નથી
ત્યાં બિલ્ડરો ના ખેતરો આવેલા છે નગરપાલિકા ના જવાબદાર સત્તાધીસો ની સાઠગાંઠ ને લઈ બિલ્ડરો ની જમીનો ના ભાવ વધે તે માટે આ રોડ બનાવવા આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ ના શહેર પ્રમુખ ડો. ઝુલા જિલ્લા તેમજ શહેર મહિલા પ્રમુખ દ્વારા પણ લોકો સાથે રહી આ કામની નિવિદા રદ થાય તે બાબતે મામલતદાર કચેરીએ આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું
લોકો ના જણાવ્યા મુજબ હાલે રાધનપુર ગામ ની અંદર તેમજ બાહાર ના વિસ્તાર ના રોડ રસ્તા અનેક વિસ્તારોમાં સાવ તુટી ગયેલા છે આ તૂટેલા રસ્તા ઓ ને લઈ ખાડા ખાબોચિયા માં ગટર નુ ગંદુ પાણી ભરાઈ રહે છે જે ને લઈ થતી ગંદકી ને લઈ માખી મચ્છરો નો ઉપદ્રવ વધી ગયો છે જે ને લઈ લોકો ને બીમારી નો ભય સતાવી રહ્યો છે
ત્યારે નગરપાલિકા દ્વારા અંદર તેમજ બાહાર ના રહેણાંક વિસ્તાર તેમજ જાહેર રસ્તા ની કામગીરી કરવાને બદલે રસ્તામાં આવતા ખેતરો પાસે રોડ મંજુર કરાતાં આનો સીધો ફાયદો બિલ્ડરો ને કરાવતા નગરપાલિકા ના જવાબદાર સત્તાધીસો સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો
ત્યારે રાધનપુર ગામ લોકો ની માંગ છે કે ગામ ના હિત માં આ 3:38 લાખ ના સી સી રોડ ની બનાવેલ દરખાસ્ત ની તપાસ કરી જો આમાં ભ્રસ્ટાચાર સાબીત થાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવાં માંગ કરી હતી અને લોકો દ્વારા જણાવ્યું હતું કે શહેર ના રહેણાંક વિસ્તારો ને ધ્યાન માં લઈ અને ગામના અંદર બહાર જરૂરી વિસ્તાર માં આ ગ્રાન્ટ વાપરવામાં આવે તેવી માંગ કરી હતી.