એબીએનએસ, પાટણ : પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે બાળકને વેચવાના કેસમાં સુરેશ ઠાકોરની કોર્ટ માંથી ગતરોજ ટ્રાન્સફર વોરંટ આધારે સબ જેલમાંથી કબજો મેળવી બાળ તસ્કરીના આરોપી નકલી ડોક્ટર સુરેશ ઠાકોરને ગુરૂવારે કોટૅ મા રજૂ કરી રિમાન્ડ ની માગણી કરતાં કોટૅ દ્વારા આરોપી સુરેશ ઠાકોરને પાચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાની નોંધાયેલી પોલીસ ફરિયાદની તપાસ મામલે રિમાન્ડ દરમ્યાન બાળકને વેચવામાં આવ્યું છે, તે બાળકને બોગસ ડોક્ટર પરત આપ્યા બાદ અત્યારે તે બાળક કઈ જગ્યાએ અને કેવી પરિસ્થિતિમાં છે, તેની માહિતી એકત્ર કરવામાં આવશે.
તો બીજી તરફ બાળક વેચવામાં નિષ્કા હોસ્પિટલના ફાર્મસિસ્ટ નરેન્દ્ર દરજીને 20,000 રૂપિયા આપી દેવા કહ્યું હોવાનો મામલે પણ તપાસ હાથ ધરાનાર છે.
આ બાળક પાટણના યુવક નીરવ મોદીનું ન હોવા છતાં તેમના અને તેમના પત્નીના દીકરા તરીકેના નામે વંશ તરીકે રાધનપુર નગરપાલિકામાં ખોટી રીતે નોંધણી કરાવી છે અને બાળકનું ખોટું જન્મનું પ્રમાણપત્ર મેળવ્યું છે. જે બાબતે તપાસમાં વધુ વિગતો સામે આવવાની વકી છે.
ત્યારે બાળકના વેચાણ કેસમાં કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે સબ જેલમાંથી પાટણ SOGએ કબજો લીધા બાદ ગુરૂવારે કોટૅ મા રજૂ કરી રિમાન્ડ પર મેળવતા કોટૅ દ્રારા આરોપી સુરેશ ઠાકોરને પાંચ દિવસ ના રિમાન્ડ પર સોપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.