Breaking News

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ- ભરૂચ સંચાલિત પોલીસ હેડ ક્વાર્ટર્સ મિશ્ર શાળા ક્રમાંક-૪૪ ની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે શિક્ષણકાર્યની સમીક્ષા કરી ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

મંત્રીએ શાળા પરિસરનો રાઉન્ડ લઈ ઉપલબ્ધ સુવિધાઓ તેમજ વિવિધ વર્ગોમાં જઈ શિક્ષણકાર્ય નિહાળ્યું હતું. શાળાની શિક્ષણ કામગીરીથી શિક્ષણ મંત્રી પ્રભાવિત થયા હતા અને ફરજ પર હાજર શિક્ષિકાઓને બિરદાવ્યા હતા. તેમણે વર્ગમાં જુદા-જુદા ધોરણના બાળકોની એકમ કસોટી તેમજ બાળકોનું લખાણ, શિક્ષકોની ચકાસણી વગેરે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

બાળકોએ પણ શિક્ષણમંત્રી સાથે સાહજિક પ્રશ્નોત્તરી કરી હતી અને શિક્ષણમંત્રીની મુલાકાતથી શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત થયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તળાજા આઈ.ટી.આઈ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ…

1 of 355

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *