એબીએનએસ, રાધનપુર : પાટણ જિલ્લાના રાધનપુર બાળતસ્કરીમાં આરોપી નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર રિમાન્ડ પર છે. ત્યારે વધુ એક બાળકના વેચાણનો ખુલાસો થયો છે.
જોકે, પોલીસ રિમાન્ડ દરમિયાન ખુલેલી હકીકત બાદ બાળકીની લાશની બનાસ નદીના તટમાં સમી તાલુકાના દાદર પાસે આવેલ નદીમાં શોધખોળ કરાઈ હતી. મળતી માહિતી મુજબ કચ્છના આડેસરના બોગસ ડોક્ટરે વેચેલી એ બાળકી ક્યાંય મળી ન હતી અને માત્ર મીઠું જ મળ્યું હતું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લાજ બચાવવા ડોક્ટરના હવાલે કરી ગયેલી માતા લોકલાજથી બચી ગઈ પણ એ માસૂમ દીકરીને મોતને હવાલે કરી ગઈ એ એને પણ ખબર નહીં હોય.
રાધનપુર આસપાસમાં બાળતસ્કરીના નેટવર્કના એકબાદ એક પત્તાં ખુલી રહ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પહેલા એક બાળકનું બનાસકાંઠાના થરાની હોસ્પિટલથી બાળકની ડિલિવરી કરી વેચાયાનું ખૂલ્યું હતું.
ત્યારબાદ બીજા એક જિલ્લા એવા કચ્છમાંથી પણ બાળતસ્કરી ખૂલી છે. કચ્છના આડેસરથી બોગસ ડોક્ટરે એક લોકલાજથી બચવા માગતી મહિલાની ડિલિવરી કરીને બાળકીને વેચી દીધી હતી.
પરંતુ એ બાળકી કોઈના ઘરે કિલકિલાટ કરે એ પહેલાં જ 7 લાખમાં થનારો સોદો ફોક થતાં પાટણના દવાખાનેથી નાસેલી નકલી ડોક્ટરની બેદરકારીને કારણે મરી ગઈ હતી. જોકે, તેને મારી નખાઈ હતી કે મરી ગઈ તે પોલીસ તપાસ કરી રહી છે.
જોકે, 1 ડિસેમ્બરે પોલીસે આરોપીઓને સાથે રાખીને બાળકીની લાશ બનાસ નદીના પટમાં શોધવા પ્રયાસ કર્યા હતા.
બાળક અંગે કેવી રીતે વાતચીત કરાતી,બાળકી મરી જતાં તેનો નિકાલ નકલી ડોક્ટર સુરેશ અને શિલ્પા ઠાકોરે કર્યો :-
મળતી માહિતી પ્રમાણે બાળકી મરી જતાં તેનો નિકાલ નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે કર્યો હતો. આડેસરની બોગસ ક્લિનિકમાં નરેશ દેસાઈએ બાળકીની ડિલિવરી કરાવી હોવાનું જાણવા મળ્યું છૅ .
તેની જાણ ધીરેન ઠાકોરને કરી હતી. જેથી સુરેશ અને નરેશ બંને વચ્ચે ધીરેને કોન્ટેક્ટ કરાવ્યો હતો. નરેશે ધીરેન ઠાકોરને કહ્યું કે એક બાળક બે નંબરીયું આવ્યું છે. બે નંબરીયું હોય તો બે નંબરીયું કોડ હતો, બે નંબરની વસ્તુ આવી છે. એમના કોડ હતો, મરેલા બાળકને બગડી ગયું એમ કહેતા.
આશરે દોઢ મહિના પહેલા બાળકીને લઈને દાખલ કરી
ઘટનામાં નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે અને નવા વળાંક જોવા મળી રહ્યા છૅ ત્યારે આ ઘટનામાં ચર્ચા દરમિયાન કોડ જેવી ચર્ચા સાથે બે નંબરીયું બાળક આવ્યું છે. જૅને લઈને સુરેશ, શિલ્પા અને ધીરેન ગાડી લઇને આડેસર પહોંચ્યા હતા. અને બાળકીને લઈને રાત્રે પાટણમાં દાખલ કર્યું હતું.
સવારે જે પાર્ટીને આપવાનું હતું. તેને ડાઉટ પડ્યો કે પાર્ટી કંઈક જાણ કરશે કે નહીં લે એટલે મળતી માહિતી મુજબ પાંચ લાખનો સોદો થયો હતો, પણ પોલ ખુલે એવો ડર હતો. એટલે બાળક લઈ આ ભાગી ગયો હતો અને જતી વખતે બાળકી મરી ગઈ.
અહીંયા એવું કહ્યું કે, ડોક્ટરે રજા આપી એટલે રાધનપુર હોસ્પિટલમાં દાખલ કરવાના છે. ત્યાંથી અહીં લાવ્યો હતો અને પાછો ત્યાં દાખલ કરવા જાય છે. એટલે શંકા તો જાય. બાળક પણ હેલ્ધી હતું, રાત્રે કઈ હતું નહીં. એટલે સુરેશ પાટણથી નીકળી ગયો, પછી મારી નાખ્યું હોય કે મરી ગયું હોય એ તપાસ પોલીસ કરી રહી છે.
બાળકીને કોઈ લેવાનું ન હતું, એનો 7 લાખમાં સોદો થયો તે કેન્સલ થયો એટલે આ બાળકી કોને આપવું એટલે એને પતાવી દઈએ દફનાવી દીધું હોવાની શંકાઓ થઇ રહી છે જોકે હકીકત પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે અને આ દિશામાં હાલ કાર્યવાહી થઇ રહી છૅ.
આશરે દોઢ મહિના અગાઉની ઘટના,નરેશ દેસાઈ સમીનો છે અને આડેસરમાં બોગસ હોસ્પિટલ છે, ત્યાં ડિલિવરી કરાવતો હતો :-
ઘટનામાં જોઈએ તો આડેસરમાં આ બાળકીનો જન્મ રાત્રે એક દોઢ મહિના પહેલા રાત્રીના સમયે થયો હતો. આડેસર ખાતે સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર અને ધીરેન ઠાકોર એમ ત્રણ જણ લેવા ગયા હતા. અને ત્યાંથી મોડી રાત્રે પાટણ દિવ્યેશ શાહના ત્યાં લાવ્યા હતા,
જ્યા ડોક્ટરને શંકા જતાં બાળકીને સારવારની ના પાડતા આ બાળક લઈને પરત જતાં આ બાળકીનું મોત નીપજ્યું હતું. ધીરેન ઠાકોરના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જેમાં કોર્ટે 4 ડિસેમ્બર સુધીના રિમાન્ડ અપાયા છે. બાળકની ડિલિવરી કરવી એ બાળક કોનું હતું.
અને આને કેટલા પૈસા લીધા છે. નરેશ દેસાઈએ બાળક સુરેશ ઠાકોરને 10 હજારમાં વેચ્યું છે. નરેશ દેસાઈ સમીનો છે અને આડેસરમાં બોગસ હોસ્પિટલ છે. ત્યાં ડિલિવરી કરાવતો હોવાનું જાણવા મળ્યું છૅ.
બાળક તસ્કરીમાં સામેલ ધીરેન ઠાકોર કોણ?
સૂત્રોના જણાવ્યું મુજબ ધીરેન ઠાકોર એ પહેલા આરોગ્ય વિભાગમાં કરાર આધારિત નોકરી કરતો હતો. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિતને છૂટા કર્યા એમાં ધીરેનને પણ છૂટો કર્યો હતો. ત્યારબાદ ધીરેન મીત હોસ્પિટલ, સાંઇ કૃપા હોસ્પિટલમાં નોકરી કરતો હતો. અને ધીરેન તેના ઘરમાં એકનો એક દીકરો છે. થોડા સમય અગાઉ જ તેના પિતાનું કુદરતી મૃત્યુ થયું છે. તેના પિતા પાણી પૂરવઠામાં નોકરી કરતા હતા અને તેઓ નિવૃત હતા.
ધીરેનનું વતન પ્રેમનગર ગામ છે અને તેને બે બાળકો છે અને તેની પત્ની છેલ્લા 10 વર્ષથી તેના પિયર રહે છે અને રિસામણે બેઠી છે. થોડા સમય અગાઉ તેના કારણે તેની પત્નીએ ધીરેનના ઘરે આવીને એસિડ પીને જીવન ટૂંકાવવોનો પ્રયાસ કર્યો હતો.ધીરેન હાલ તેઓનું પોતાના મકાન વેચાતું લઈને રામનગર સોસાયટીમાં રહે છે અને છેલ્લા પાંચેક દિવસથી તેના ઘરે તાળું છૅ. આમાં સમગ્ર ઘટના માં નવા ખુલાસા સાથે નવા વળાંક જોવા મળી રહ્યા છૅ.
રાધનપુરમાં શું છે બાળ તસ્કરીનો સમગ્ર મામલો.!! :-
પાટણ જિલ્લાના રાધનપુરના કોરડા ગામના નકલી બોગસ ડોકટર સુરેશ ઠાકોરએ પાટણના નિઃસંતાન દંપતીને નવજાત બાળક રૂ.1.20 લાખમાં વેચી દીધું હતું. જોકે તે બીમાર રહેતાં એક જ મહિનામાં તેને પાછું આપી દેવાયું હતું. નકલી ડોક્ટરે કુશ હોસ્પિટલની ફિમેલ હેલ્થવર્કર શિલ્પા ઠાકોરની સાથે મળીને ડીસા નજીક ગઢના મોટા ગામની સીમમાં ત્યજી દીધું હતું.
આ નવજાત બાળક થરાની સંસ્કાર હોસ્પિટલમાં ફરજ બજાવતા રૂપસિંહ ઠાકોરે આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી છે. આ દરમિયાન પોલીસ તપાસમાં બાળક જીવિત હોવાનું અને તંદુરસ્ત હાલતમાં પાલનપુરના શિશુગૃહમાં હોવાનું ખૂલ્યું હતું. ગત મે મહિનામાં બાળકને રાતના અંધારામાં ત્યજી દીધું હતું.
પાટણ અને બનાસકાંઠા એમ બે જિલ્લામાં આ બાળતસ્કરી રેકેટના તાર ખૂલ્યા છે. અન્ય વેચાયેલા બાળકની પણ પોલીસને લિંક મળી છે. પૂછપરછમાં વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.