Latest

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી: છેલ્લા છ મહિનામાં આઠ ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સની ટીમે ૮ ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

સ્નિફર ડોગ ટીમે એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. સ્નિફર ડોગ્સ અને તેને તાલિમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ હેન્ડલર્સની આ કામગીરીની રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રસંશા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

છેલ્લા છ મહિનામાં ગુજરાત પોલીસના ‘નાર્કોટીક્સ ડોગ્સ’ દ્વારા ગાંજાના જથ્થાને શોધી એન.ડી.પી.એસના બે કેસ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત તા.૨૧મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ‘ગુલાબ’એ સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લા મિઠાઇની વચ્ચે આખી સેલોટેપ વિંટળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો.

જ્યારે તા.૧૪મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ ‘કેપ્ટો’ ડોગે રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં એક આરોપીના ઘરના સર્ચ દરમિયાન બાથરૂમમાં સંતાડેલો ૧૨ કિલો ગાંજો શોધી આપ્યો હતો.

બીજી તરફ જ્યારે ચોરી, ઘરફોડ, બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ૬ ગુનાઓમાં ‘ટ્રેકર ડોગ્સ’ એ ગુનેગારો સુધી પહોંચવામાં મદદ કરી છે. તા.૧૪મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ ‘બીના’ ડોગને ભાવનગર ખાતે હત્યાના બનાવ સ્થળેથી મૃતકની આજુબાજુની જગ્યા તથા લોહીના ડાઘની સ્મેલ આપી ટ્રેક કરાવતા નેશનલ હાઇવે સુધી દોડીને ત્રણ આરોપીઓને ફાઇન્ડ આઉટ કરી આપ્યા હતા. જ્યારે તા.૧૪મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ ‘પેની’ ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂ.૧.૦૭ કરોડની ચોરીનો ગુનો એક સ્કુલ બેગ અને પાણી બોટલ સુંઘીને ડિટેક્ટ કરાવ્યો હતો.

સુરત ગ્રામ્ય વિસ્તારના એક બળાત્કારના ગુનામાં તા. ૯મી ઓક્ટોબરે-૨૦૨૪ના રોજ ‘પાવર’ ડોગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી હતી. તા.૧૦મી સપ્ટેમ્બર-૨૦૨૪ના રોજ પોરબંદરમાં ગેસ કટરથી પવનચક્કીને રૂ.૧.૧૦ લાખનું નુક્શાન કરનાર આરોપીને ‘રેમ્બો’ ડોગની મદદથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

તેવી જ રીતે તા.૬ ઓગસ્ટ-૨૦૨૪ના રોજ પાટણમાં થયેલી ઘરફોડ ચોરીને ‘વેલ્ટર’ ડોગે આર્ટીકલની સ્મેલથી બે આરોપીઓ સુધી પહોંચી ગુનાને ડીટેક્ટ કરવામાં મદદ કરી હતી. તા.૧૭મી મે-૨૦૨૪ના રોજ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ચોરીને ‘ગીગલી’ ડોગે સાણસી અને પેટીના નકુચાની સ્મેલ લઇ પોલીસને છેક આરોપીના ઘર સુધી પહોંચાડી દીધી અને ગુનો ડિટેક્ટ કરવામાં મદદ કરી હતી.

આમ, છ મહિનામાં ગુજરાત પોલીસના તાલીમબદ્ધ સ્નિફર ડોગ્સની મદદથી ૮ ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલાયા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૯ મી ડિસેમ્બરના રોજ ગોધરા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના…

લોક સંસ્કૃતિની ધરોહર એવા લોકમેળાઓને પુનઃ ઉજાગર કરવા મંત્રી હર્ષ સંઘવીની ફેસબુકના માધ્યમથી અનોખી પહેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના વિવિધ યાત્રાધામો, ગામો, જિલ્લાઓમાં યોજાતા મેળાને…

1 of 566

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *