Latest

દિલ્લીની રામકથામાં નવતર પ્રશિક્ષણ કેન્દ્ર “રામ”ના આરંભની ઉદ્ઘોષણા

રાજધાની દિલ્લીમાં મોરારીબાપુ દ્વારા ગવાઇ રહેલી રામકથા “માનસ સનાતન ધર્મ” ના આજના પાંચમા દિવસે કથારંભ પૂર્વે સણોસરા લોકભારતીના સૂત્રધાર શ્રી અરુણભાઇ દવેએ સંસ્થામાં નવીનતમ અભ્યાસક્રમ RAAM (Rising Aposteles for Ahimsa and Maitri) ના આરંભની ઉદ્ઘોષણા કરી હતી.

વાસ્તવમાં, પોલેન્ડની રામકથાનું શ્રવણ કર્યા પછી શ્રી અરુણભાઈને વિચાર આવ્યો કે બાપુને થેંક્યું કહેવું હોય તો શું કરવું ? વિશ્વ આખું યુદ્ધ તરફ ધકેલાઇ રહ્યું છે અને વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે વ્યક્તિત્વના ઉર્ધ્વીકરણ  સાથે વિશ્વ શાંતિના ક્ષેત્રે પણ યોગદાન આપી શકે તેવા ફલાવર્સ તૈયાર કરી શકાય, તે હેતુથી આવા અભ્યાસક્રમનો આરંભ કરવાનું બીજ રોપાયું.

 મહાત્મા ગાંધીબાપુ અને પૂજ્ય મોરારીબાપુના જીવન-મૂલ્યો પરથી પ્રેરણા પામીને સત્ય, પ્રેમ અને કરુણાના પાયા પર આધારિત અહિંસા અને મૈત્રી માટેના ‘પ્રેરણા દૂત’ તૈયાર કરવા માટેનું આ સાંસ્કૃતિક-સામાજિક – આધ્યાત્મિક કેન્દ્ર બની રહેશે. વ્યક્તિની આંતરિક જાગૃતિ અને વૈશ્વિક સંવાદિતા વચ્ચે સેતુ રુપ બનનાર આ કેન્દ્રમાં નિવાસી શિક્ષાર્થિ તરીકે લોકભારતી સણોસરામાં પ્રવેશ અપાશે.

આ અભ્યાસક્રમમાં અરજી પત્રક, પ્રવેશ પરીક્ષા, ઈન્ટરવ્યુ અને જુથ ચર્ચાના આધારે પ્રવેશ પાત્રતા નક્કી થશે. વિશ્વના કોઈ પણ દેશના ધર્મ, વિચાર ધારા, જ્ઞાતિ – જાતિ કે પ્રશિક્ષિત થનાર સાધકને પ્રશિક્ષિત કરવા માટેનું પ્રથમ સ્થાન પૂજ્ય બાપુની રામકથા રહેશે. તદુપરાંત, કૈલાસ ગુરુકુળ(મહુવા), ચિત્રકૂટ ધામ (તલગાજરડા), સાબરમતી ગાંધી આશ્રમ, પવનારનો વિનોબા આશ્રમ આદિ સ્થાનો પર જઇને સાધક RAAM ના અભ્યાસક્રમને આત્મસાત કરશે. સણોસરા સંસ્થામાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન, સંવાદ, પ્રશ્નોત્તરી  દ્વારા શિક્ષાર્થિઓને કેળવણી પ્રાપ્ત થશે.

સણોસરા લોકભારતીના પ્રોફેસર વિશાલ ભદાણી દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું વ્યાસપીઠ સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. લોકભારતીના સંવાહક શ્રી અરુણભાઇ દવેએ સંક્ષેપમાં સમગ્ર પ્રોજેક્ટ પાછળનો ઉદ્દેશ્ય, પોતાની સૌમ્ય મધુર ભાષામાં સ્પષ્ટ કર્યો.  પૂજ્ય બાપુએ આ નવતર પ્રયોગ માટે પ્રસન્નતા વ્યક્ત કરી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *