Latest

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ ૩૦/૦૬/૨૦૨૬ ના રોજ સેવા નિવૃત થતા તેમનો વિદાય સમારંભ આજરોજ તારીખ ૦૯/૦૯/૨૦૨૬ ના રોજ નાગધ્રા પ્રાથમિક શાળામાં યોજવામાં આવેલ હતો.

સમારંભ ની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ બાળાઓના વિદાય ગીત થી કરવામાં આવેલ ત્યારબાદ નિવૃત થતા શિક્ષક શ્રી નું સન્માન શાળા સ્ટાફ દ્વારા શ્રીફળ પડો હાર શાલ ભેટ વસ્તુથી કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો માં ધારી તાલુકા બી.આર.સી. શ્રી બિચ્છુભાઈ વાળા, ધારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી પ્રતાપભાઈ બસિયા, પે સેન્ટર દેવળા આચાર્યશ્રી સતિષભાઈ ભરાડ, સી.આર.સી. શ્રી જગદીશભાઈ ચૌહાણ, તમામ દ્વારા શ્રીફળ પડો શાલ થી સન્માન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમને અનુરૂપ પ્રવચનમાં બી.આર.સી. શ્રી બિચ્છુભાઈ વાળાએ નિવૃત્ત શિક્ષક શ્રીની આ શાળામાં સતત 35 વર્ષની સેવા ને બિરદાવેલ તેમજ જાણકારી આપે લ. ગામના સરપંચ શ્રી ભાવેશભાઈ વાળા તથા ભાજપ આગેવાન વનરાજભાઈ વાળા, એચ.એમ. સી. અધ્યક્ષ મહેશભાઈ વાળા તેમજ શિવરાજભાઈ કાળિયા એ સન્માન કરેલ હતું.

આ પ્રસંગે ઉપસ્થિત પત્રકાર શ્રી કાંતિભાઈ જોશી, નીતાબેન મહેતા તેમજ વીરપુર આચાર્યશ્રી ગીજુભાઈ વાળા, લાખાપાદર આચાર્યશ્રી રમીલાબેન, ગઢીયા શિક્ષક શ્રી વિશાલભાઈ, લાખાપાદર શિક્ષક શ્રી બ્રિજેશભાઈ, કણેર શિક્ષક શ્રી કાળુભાઈ, ખીચા શિક્ષક શ્રી દિપકભાઈ, દેવળા શિક્ષક શ્રી અવિનાશભાઈ તમામે સન્માન કરેલ છે.

શેલ હનુમાનજી મંદિર મહંત શ્રી કિશનદાસ બાપુ તેમજ ગોવિંદરામ બાપુ એ આશીર્વાદ આપેલ. તમામ ગ્રામજનો એ પણ સન્માન કરેલ છે. આ પ્રસંગે ભોજન ના દાતા શ્રી વનરાજભાઈ વાળા, ભાવેશભાઈ વાળા, મહેશભાઈ વાળા, શિવરાજભાઈ કાળીયા, મુકુંદભાઈ વાળા હતા. નિવૃત્ત થયેલ શિક્ષક શ્રી ભૂપતભાઈ મહેતા દ્વારા શાળાને એકાવન હજાર નું દાન આપેલ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સોમાભાઈ દાફડા એ કરેલ હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *