Devotional

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન સંપન્ન

વેળાવદર ( તખુભાઈ સાંડસુર દ્વારા)
ભાવનગર જિલ્લાની ગ્રામ વિદ્યાપીઠ અને હવે લોકભારતી યુનિવર્સિટી ફોર રૂલર ઈનોવેશનના નામથી જે યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે. અને ગ્રામીણ અભિમુખતાને ધ્યાનમાં લઈને મોટાભાગના અભ્યાસક્રમોનું કલેવર હોય છે. તેના વિદ્યાર્થીઓનો 2026 નો દીક્ષાંત સમારોહ પૂજ્ય મોરારિબાપુના વડપણ તળે સણોસરા લોકભારતી ખાતે તારીખ 2 ઓક્ટોબરના રોજ મુખ્ય સભાગૃહમાં યોજાઈ ગયો.

વિવિધ અભ્યાસક્રમોને પૂર્ણ કરીને જે વિદ્યાર્થીઓએ પદવી હાંસલ કરી છે તેને પૂ. મોરારિબાપુના વરદ હસ્તે ડિગ્રીઓ અર્પણ કરવામાં આવી. સમગ્ર અભ્યાસક્રમના અંતિમ વર્ષમાં ઉચ્ચ ગુણાંક અને તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિવિધ એવોર્ડ થી નવાજવામાં આવ્યા.

આ સમારોહમાં પ્રસ્તાવિક અને સ્વાગત પ્રવચન કરતા યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી ડો.અરુણ દવે જણાવ્યું કે આપણે આપણી સંસ્થાઓમાં વ્યાપને મહત્વ આપતા નથી પરંતુ નમૂનોએ આપણે માટે ઉદાહરણરૂપ છે. આપણું કામ સંસ્કૃતિ અને પ્રકૃતિનેનુ પોષણ કરવાનું છે. ગામડાના પ્રશ્નો અને સમસ્યાઓને દૂર કરીને આજીવિકા,પુરુષાર્થ અને પ્રસન્નતાથી ગ્રામજગત હર્યુ ભર્યું થાય તે માટે આપ સૌએ પ્રયત્ન કરવાના છે.

પૂ.મોરારિબાપુએ દિક્ષાંત મંગલ શબ્દોને સૌ સાથે વહેંચતા જણાવ્યું કે હું આ પ્રકારના કાર્યક્રમમાં શબ્દની પસંદગી કરવામાં ઘણીવાર અવઢવ સ્થિતિ પ્રાપ્ત કરું છું. પરંતુ અહીં મારે શબ્દોને ચૂંટવાના નથી કારણ કે હું આપ સૌ સાથે હવે જોડાઈને ગયો છું. ગુણનો સદુપયોગ કરીએ તે ગુણ છે પરંતુ તેનો દુરુપયોગ તે દોષ છે. આપ સૌ ગામડાને દિશા આપવાની જે કોશિશ કરી રહ્યા છો તે આવકાર્ય છે.

આપણને સૌ કોઈને સેવા કરવાના હેવા પડવા જોઈએ એટલે ટેવ પડવી જોઈએ.બાપુએ પ્રતિક્ષા મૂલ્યો અને સેવાના સંકલ્પોને સાકારિત કરવા સૌએ લાગી પડવું જોઈએ એવી અપીલ કરી.

કાર્યક્રમમાં શ્રી રામચંદ્રભાઈ પંચોલી, શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ,શ્રી ભદ્રાયુ વછરાજાની અને અન્ય શિક્ષણના મહાનુભાવો પણ જોડાયાં હતાં.સમગ્ર સંકલન નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિએ કર્યું હતું.
રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’થી સમારોહ પુર્ણ થયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા હોમગાર્ડઝ અને…

1 of 29

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *