જામનગર, સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીએ ૦૪ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન હાથ ધરવામાં આવેલી હિંમતવાન નૌસેના ની કામગીરીને સન્માનિત કરવા અને તેની યાદમાં ભારતીય નૌસેના દિવસની ઉજવણી કરી.
આ પ્રસંગે શાળાના ઓડિટોરિયમમાં એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેડેટ યશરામે નૌસેના દિવસના ઇતિહાસ અને મહત્વ પર વક્તવ્ય આપ્યું હતું.
ટાગોર હાઉસના કેડેટ્સે એક જ્ઞાનપૂર્ણ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું જેના દ્વારા ભારતીય નૌસેનાના વિવિધ તત્વો પ્રેક્ષકોને સમજાવવામાં આવ્યા હતા. જેમાં ભારતીય નૌસેનાનો ઇતિહાસ, યુદ્ધના નાયકો અને વિવિધ કામગીરીનો સમાવેશ થાય છે.
સભાને સંબોધતા કર્નલ શ્રેયશ મહેતા, આચાર્ય, સૈનિક સ્કૂલ બાલાચડીએ સૌને ભારતીય નૌસેના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વકતા અને ટાગોર હાઉસ કેડેટ્સને સારી રીતે માહિતગાર પ્રસ્તુતિ માટે અભિનંદન આપ્યા અને કેડેટ્સને એક સાચા દેશવાસી તરીકે સંરક્ષણ સેવાઓમાં જોડાવા માટે પ્રેરિત કર્યા.