શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં વિવાદિત – ટેમ્પલ ઇન્સ્પેકટર ,ગબ્બર ૫૧ શક્તિપીઠ ના ઈનચાર્જ,નાયબ મામલતદાર, ગાદી સંચાલકો અને કર્મચારીની ચારેકોર ટીકાઓ થઈ રહી છે.
ભૂતકાળમા પણ ક્યારેક યાત્રિકો સાથે ઉદ્ધત વર્તન તો ક્યારેક દાતાઓના દાન પર્સનલ ખાતા માં ,ક્યાંક હપ્તા ખાઉ, તો ક્યાંક માહિતી માં ગોટાળા,ને ઓછા માં વધતું કોરા કાગળ પર માહિતી અધિકાર ના નિયમ નો સિક્કો કરી માહિતી માંગતા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
દેશભર માં ખ્યાતિ પામેલ યાત્રાધામ નો અણઘડ વહીવટ હાલમાં ચર્ચાના સ્થાને છે.ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કે જે ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ દેશભરમાં બીજા સુવર્ણ મંદિર તરીકે પણ પ્રસિદ્ધિ પામી રહ્યું છે.ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા ૱૧૨૦૦ કરોડ ના ખર્ચે વિશાળ કોરિડોર જ્યાં નિર્માણ થવાનું છે.ત્યાં સરકાર હસ્તક ના મંદિર ટ્રસ્ટ માં કર્મચારીઓ જાણે અંધેર નગરી માં ગંડુ રાજા નો વહીવટ ચાલતો હોય તેમ વર્તી રહ્યા છે.
લાખો માઈ ભક્તોની આસ્થાના કેન્દ્ર સમા માં અંબાના મંદિરે દરરોજ હજારો માઈ ભક્તો , રાજનેતા, વગેરે માતાજી ના શ્રી ચરણો મા શીશ નમાવવા આવે છે, ત્યારે ખ્યાતનામ યાત્રાધામ નો વહીવટ જ્યારે સરકાર હસ્તક નો હોય ત્યારે, સુઘડ રીતે થવો જોઈએ કે જેથી આવનાર યાત્રિકો પણ વખાણે તેવી છાપ વાળુ હોવું જોઈએ તેના બદલે અહીં તો રોજ કંઈક નવો ફણગો ફૂટવાની જાણે રાહ જ જોઈ ને બેઠો હોય તેમ કંઈક ને કંઈક વહીવટી ગેરરીતિઓ સામે આવતા મીડિયા માં ચમકતું જ રહે છે.
જેમાં માં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ખાતે જ્યાર થી સરકારી કર્મચારીઓ( રેવન્યુ વિભાગ – મહેસૂલી વિભાગ) ની ટેમ્પલ ઇન્સ્પેકટર તરીકે નિમણૂક થઈ છે, ત્યાર થી જ જાણે મંદિર નું વહીવટી તંત્ર વિવાદો ના વમળ માં ફસાયું હોય તેમ નિતનવા કિસ્સા સાંભળવા જોવા મળી રહ્યા છે.
જેમાં ટેમ્પલ ઇન્સ્પેકટર દ્વારા પાવડી પૂજા કરવા આવતા બ્રાહ્મણ યાત્રિકો જોડે ગેરવર્તન તો ક્યારેક આ ટેમ્પલ ઇન્સ્પેકટર પોતાના અંગત લોકો ને દર્શન માટે પોતે પિત્તળ ગેટ સુધી લેવા આવ્યા હોવાના કિસ્સા છે,
તો ક્યારેક ગાડી ઉપર મામલતદાર ની નેમ પ્લેટ લગાવી વટ મારવાના , મંદિર ના ૫૧ શક્તિપીઠ ના નિરીક્ષક તરીકે નિમણૂક પમાયેલ શાસ્ત્રીજી તો દાતા પાસે મળતી રકમ મંદિર ટ્રસ્ટ ના ખાતા માં નંખાવા ને બદલે પોતાના ખાતા માં નંખાવતા હોવા ના કિસ્સા બહાર આવ્યા છે .
એટલા માં ઓછું હોય તેમ મંદિર ના એક હોદ્દેદાર નાયબ મામલતદાર સમીર પરીખ દ્વારા શૌચાલય ચલાવતા કર્મીઓ પાસે થી હપ્તા લેતા હોવાનું સામે આવી રહ્યું છે ,
તો ક્યાંક મંદિરની અંદર જ રહી માહિતી ખાતા ને માહિતી આપતા ગાદી ના સંચાલકો જ મંદિર ટ્રસ્ટ અને માહિતી ખાતા ને ખોટી માહિતી આપ્યા નું કહી રહ્યાં છે ત્યારે આટલા મોટા સરકારી હસ્તક ના ટ્રસ્ટ માં કેટ કેટલી ગેરરીતિઓ કે પછી કર્મચારીઓ ની મિલીભગત તે કહેવું અસમંજસ ભર્યું લાગી રહ્યું છે
તેવા માં એક ઔર ઘટના સામે આવતી હોય તેમ માહિતી અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત માહિતી અધિકાર મુજબ અપાયેલ માહિતી પર માહિતી ખાતા દ્વારા સિક્કો મારી ને માહિતી ના દસ્તાવેજ / કાગળ અપાય છે ત્યાં અપાયેલ માહિતી ચોક્કસ ને ખરાઇ ચકાસણી કર્યા બાદ જ સિક્કો મારી ને અપાતો હોય છે ત્યારે મંદિર ટ્રસ્ટ ના કર્મચારી માહિતી આપ્યા વગર જ માહિતી આપવાના પૈસા લઈ કોરા ચોપડા માં માહિતી અધિનિયમ ના સિક્કો મારી ને આપે છે જેમાં લખાયેલ માહિતી સાચી કે ખોટી તેની ખરાઇ કર્યા વગર જ માહિતી અધિકાર ના સિક્કો લાગવાથી ખોટી માહિતી પણ સાચી સાબિત પડે તેવી વાત ઉભી થાય છે.
કેટલાક કિસ્સા માં તો અમુક કર્મચારીઓ દ્વારા કરાયેલ ગેરરીતિ બાબતે અરજીઓ આપવા ના એક – એક વર્ષ વિતવા છતાં પણ તે કર્મચારી કે આચરેલ ભૂલ બાબતે કોઈ ખુલાસો કે નિકાલ આવતો નથી ત્યારે માં ના મંદિર માં ગેરરીતિ આચરી પોતાના ખિસ્સા ભરવામાં મશગુલ
કર્મચારીઓ મંદિર ની છાપ ખરાબ કરી રહ્યા છે ત્યારે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના અધિકારીઓ શું આ બાબતે આંખ આડા કાન જ કરશે કે પછી કંઈક ઘટતી કાર્યવાહી કરી ઉધઈ બની કોરી ખાઈ રહેલા કર્મચારીઓ પર કઈ પગલાં લેશે તે જોવું રહ્યું ……
રિપોર્ટર.અમિત પટેલ અંબાજી