એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા સનાતન પ્રેમીઓએ યાત્રાને વધાવી..
વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત મહેસાણા વિભાગ દ્વારા તારીખ ૧૫ ડિસેમ્બર થી તારીખ ૨૧ મી ડિસેમ્બર ના સમય દરમિયાન ઉત્તર ગુજરાતના મુખ્ય ચાર જિલ્લાઓમાં આયોજિત કરાયેલી સામાજિક સમરસતા યાત્રાનો પીપરાળા ગામેથી પ્રારંભ કરાયા બાદ મંગળવારના રોજ આ સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરમાં આવી પહોંચતા
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકર્તાઓ સહિત રાજકીય,સામાજિક આગેવાનો દ્વારા યાત્રાનું પાટણ-ચાણસ્મા હાઇવે રોડ પર આવેલ સંત રોહીદાસજી મહારાજની પ્રતિમા પાસે પુષ્પવૃષ્ટિ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સામાજિક સમરસતા યાત્રા મા ભારત માતાનું પુજન અને સમૂહ આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ યાત્રા શહેરના વિવિધ માગૅ પરથી પ્રસ્થાન થતાં પાટણની સનાતન પ્રેમી જનતા દ્વારા યાત્રાનું ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત મહેસાણા વિભાગ દ્વારા આયોજિત કરાયેલી આ સામાજિક સમરસતા યાત્રા નો મુખ્ય ઉદ્દેશ દરેક સનાતન પ્રેમી ઓમાં સમાનતાનો ભાવ પ્રબળ બને અને હિન્દુ રાષ્ટ્ર નું નિર્માણ થાય તે રહેલો હોવાનું યાત્રામાં જોડાયેલા સંત મુનિવરે જણાવી આ ચાર જિલ્લા ની યાત્રા તા.૨૧ ડિસેમ્બરના રોજ નંદાસણ ખાતે સંપન્ન થનાર હોવાનું જણાવ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કરાયેલી આ સામાજિક સમરસતા યાત્રા નું પાટણ ખાતે પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર, પાટણ નગર અધ્યક્ષ જે.ડી.ઠક્કર સહિત પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો,રાજકીય- સામાજિક આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.