અમદાવાદ, સંજીવ રાજપૂત: અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશ એ ભારતીય ટ્રેડ યુનિયન તરીકે માન્યતા ધરાવે છે જે સફાઈ મજદૂરોના આર્થિક, સામાજિક, શૈક્ષણિક વિકાસની સાથે રાજકીય ભાગીદારી માટે સંઘર્ષરત સક્રિય સંગઠન છે.
જેના ઉપક્રમે ” રાષ્ટ્રવ્યાપી સ્વચ્છકાર સ્વાભિમાન યાત્રા ” નું 15 ડિસેમ્બર ના રોજ થી ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ શહેર કાનપુર ખાતેથી પ્રસ્થાન કરીને સમગ્ર દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે
આ યાત્રા થકી સમગ્ર દેશમાં રહેતા વાલ્મિકી સમાજના લોકો જેઓ વર્ષોથી જાતિગત ઉતપિડનના કારણે અન્ય કોઈ વ્યવસાય કે રોજગાર ન મળતા સફાઈ કામના વ્યવસાય સાથે સંકળાયેલી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે
તેવા સમગ્ર દેશમાં સફાઈ કામ સાથે સંકળાયેલ વાલ્મિકી સમાજના લોકોને અન્ય રોજગાર ધંધા ટેકનીકલ વ્યવસાયો સાથે સાંકળીને આત્મ નિર્ભર બનાવી સફાઈ કામના કામકાજ થી દૂર કરીને અન્ય વ્યવસાયો થકી આર્થિક રીતે આર્થિક રીતે પગભર કરીને આગળ વધારવા માટેનો મહામંત્ર લઈને અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશના વરિષ્ઠ હોદ્દેદારો સર્વ પી. સી. કુરીલ, પપ્પુ તારાચંદ, સંજય કુમાર,રામ નરેશ બેઠાના, રાજેશ બાલ્મિકી, સહિતના લોકો સમાજ વિકાસ માટે યાત્રા લઈને નીકળ્યા છે સુપ્રસિદ્ધ આર્કિટેક રાજેશ કુમાર વાલ્મિકી અને ડો આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ડીરેકટર અરૂણ કુમાર સાધુ એ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશ આયોજિત સ્વચ્છ કાર સ્વાભિમાન યાત્રા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસાર થઈને યાત્રા 21 તારીખના રોજ સાંજે અમદાવાદ મહાનગર ખાતે પ્રવેશ કરશે.
જ્યાં સ્થાનિક સફાઈ કામદારો દ્વારા આ યાત્રાનું સન્માન કરવામાં આવશે તદુપરાંત 28 ડિસેમ્બરના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ આવાસ, ઓરિસ્સા નજીક યાત્રા નું સમાપન એક મોટો સમારોહ કરીને કરવામાં આવશે ત્યારબાદ બીજા તબક્કાની યાત્રા પૂર્ણ કરીને મહામહિમ રાષ્ટ્રપતિને વાલ્મિકી સમાજને સફાઈ કામ સિવાયના અન્ય વ્યવસાયમાં રોજગાર ઉભો કરીને આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે આવેદનપત્ર આપવામાં આવશે.