અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્ય ભાજપ સરકારની સામાજિક સમરસતાની નીતિનું એક અનોખું દ્રષ્ટાંત એટલે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા અધિકારીને રાજ્યના મહત્વપૂર્ણ મંદિરો પૈકીના એક દ્વારકાધીશ મંદિરના વહીવટ કરતા તરીકેનો કાર્યભાર સોંપવો.
અરુણકુમાર સાધુ , પૂર્વ ડીરેકટર ડો આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ જણાવે છે કે આજે દેશ વિદેશમાં દેશમા આજે પણ ક્યાકને ક્યાંક અનુસુચિત જાતિ સમાજ માટે આઝાદીના આટલા વર્ષો પછી પણ કેટલાક રૂઢિવાદી વ્યક્તિઓ દ્વારા આભડછેટ રાખવામાં આવે છે તો ક્યાંક વળી મંદિર પ્રવેશે પણ અનુસૂચિત જાતિ વર્ગના લોકોને અન્ય કરવામાં આવે છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ભગિની સંસ્થા ” સામાજિક સમરસતા મંચ ” સમગ્ર રાજ્ય અને દેશમાં એક સ્મશાન એક મંદિર એક કૂવોની ચળવળ ચલાવે છે તેમજ તાજેતરમાં જ મહેસાણા ખાતે ગુજરાત સામાજિક સમરસતા મંચ થકી હિન્દુ સમાજ સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
વર્તમાન સમયમાં” સૌનો સાથ સૌનો વિકાસ ” ના મંત્ર સાથે પરમ શ્રદ્ધેય ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રીશ્રી તરીકેના વડ પણ હેઠળ કાર્યરત ગુજરાત ભાજપ સરકારની કુનેહ ભરી નીતિના કારણે દ્વારકાધીશ મંદિરનનો ડેપ્યુટી કલેક્ટર તરીકે સરકારી વહીવટ કરતા હિમાંશુભાઈ ચૌહાણ જેઓ પાલનપુર તાલુકાના વતની છે.
અનુસૂચિત જાતિ સમાજ વર્ગ પૈકીના છે હિમાંશુભાઈ ચૌહાણ બાહોશ, વહીવટી અભ્યાસુ, પ્રમાણિક, લોક જન સંપર્કમાં માહિર પ્રજા અને સરકાર વચ્ચે સુંદર સંકલન જાળવી રાખવાની કુશળ આવડત ધરાવતા ડેપ્યુટી કલેક્ટર શ્રી છે.
હિમાંશુભાઈ ચૌહાણ ચાણસ્મા ખાતે પણ મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે આ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી પાટણ ખાતે પણ વિવિધ હોદ્દા ઉપર સુપેરે કામગીરી બજાવી ચૂક્યા છે.