આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક થાળી એક થેલો અભિયાન અંતર્ગત સાધુ સંતોને આ કુંભ મેળામાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવી રહ્યા છે
પાલીતાણા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું છે પ્રયાગરાજ ખાતે યોજાનારા કુંભમાં શ્રધ્ધાળુઓ ,સાધુ સંતો ને એક થાળી અને એક થેલો આપવાના અભિયાનમાં અગિયારસો થાળી મોકલાશે
અને શેત્રુંજય જૈન યુવક મંડલ દ્વારા 1100 ઠેલાનું યોગદાન અપાયું છે જેને વાજતે ગાજતે પ્રયાગરાજ ખાતે મોકલવા યાત્રા યોજવામાં આવી હતી અને આ યાત્રા ભૈરવપરા વિસ્તારમાં આવેલ ખાખચોક મંદિર થી પ્રારંભ કરવામાં આવી હતી અને શહેરના મુખ્ય માર્ગ પરથી ભૈરવનાથ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી
આ યાત્રા સ્વયંસેવક પીતાંબર કડેલ ની આગેવાની મા યોજાઈ અને અભિયાન પૂરું કરવા પાલીતાણાના સ્વયંસેવકો વેપારીઓ અને આગેવાનોએ ખુબ સહકાર આપ્યો હતો અને ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા