Education

ગુજરાતની તમામ શાળાઓમાં ‘નો ડિટેન્શન પોલિસી’નો ચુસ્ત પણે પાલન :- રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ‘નો ડિટેન્શન પોલિસી’નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં ચૂસ્ત પણે પાલન થઈ રહ્યો છે.

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ધોરણ ૫ અને ધોરણ ૮ માં કોઇ વિદ્યાર્થી બે વિષયમાં ૩૫% ક૨તા ઓછું પરિણામ મેળવે તો તેને વર્ગ બઢતી રોકવાની જોગવાઇ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. પરંતુ કોરોના મહામારીના કારણે શૈક્ષણિક વર્ષ-૨૦૧૯-૨૦, વર્ષ- ૨૦૨૦-૨૧ અને વર્ષ – ૨૦૨૧-૨૨ માં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષ – ૨૦૨૨-૨૩માં પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ-૫ અને ધો૨ણ-૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં અસફળ થશે તો તેમણે નાપાસ જાહેર કરવામાં આવશે તેમ મંત્રી એ જણાવ્યું હતું.

વધુમાં મંત્રી એ ઉમેર્યું કે, ધો. ૦૫ અને ધો.૦૮ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ થશે; સાથોસાથ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં. આ નિયમ ગુજરાતની તમામ શાળાઓમાં લાગુ આ વર્ષથી ચાલુ થઈ ગયો છે.

વધુમાં મંત્રી એ ઉમેર્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ અન્વયે આ નિર્ણયના અમલીકરણ થી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાની તક મળશે, જેથી વિદ્યાર્થીઓનો ભવિષ્ય ઊજળું બનશે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણની રુદ્રી આચાર્યએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ખાતેથી ગ્લોબલ પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી

એબીએનએસ, પાટણ : પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યની…

પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી સુચના

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા…

1 of 8

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *