Local Issues

હારીજ નગરના ૨૧ મુદ્દાઓ સાથે જાગૃત યુવાનો મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવા ગાંધીનગર પહોંચ્યા

એબીએનએસ પાટણ: જિલ્લાના હારીજ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાઓને લઈને હારીજ નગરના નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નહિ આવતા સ્થાનિક લોકો તંત્ર વિરુદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે.

હારીજ નગર વિકાસ કમીટી દ્વારા ગત રોજ હારીજ નગરમાં પાયાના પૅશ્નોની વણઝાર લઈ મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજુઆત કરી હતી જેમાં ભૂગર્ભ ગટરની સમસ્યા,પીવાના પાણીની સમસ્યા, રોડ રસ્તા, મુખ્ય બજારમાં જાહેર શૌચાલય,ટ્રાફિક નિયમન જાહેરનામું,કોલેજ બિલ્ડીંગ, તળાવ બ્યુટીફીકેશન,ફાયર ફાઇટર સુવિધા,

મુખ્ય હાઇવે સોલાર લાઈટો,બેચરાજી ફોરલાઈન હાઇવે, અદ્દતન સુવિધા આઈ સી યુ સહિતની સિવિલ હોસ્પિટલ ,નવિન મામલતદાર કચેરી, રેલવે, રોજગારી માટે મોટી કંપની, સહિતના અનેક મુદ્દાઓ સાથે હારીજ નગર વિકાસ કમીટીના જાગૃત યુવાનો પુષ્પક ખત્રી,અમિત ગોસાઈએ મુખ્યમંત્રીને રૂબરૂ મળી નગર પાલિકા તંત્ર દ્વારા વિકાસ લક્ષી કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રાવને રોકવા માગ કરી હતી.

તેમજ વધુમાં પુષ્પક ખત્રીએ જણાવ્યું હતું કે સી.એમ.સાહેબ દ્વારા નગરના તમામ મુદ્દાઓની રજુઆત સાંભળી સમીક્ષા કરી આગામી સમયમાં નગર પાલિકા તંત્રની કામગીરીની ઉચ્ચ કક્ષાએ તપાસ થશે તેમજ પાયાના પ્રશ્નોનું નિરાકરણ આવશે એવી મુખ્યમંત્રી દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લખતર ગામ સજ્જડ બંધ રહ્યું લખતર ગામના પીડિત વિસ્તારના લોકો મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા

લખતર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તમામ વિસ્તારમાં સુવિધા આપવા માંગ…

अष्ट वसु शिव महापुराण कथा: बड़ी संख्या में उमड़ रही श्रद्धालुओं की भीड़, महादेव की अराधना ही उन्नति का उत्तम मार्ग

रिपोर्टिंग आनंद गुरव सूरत सदगुरूनाथ जी महाराज परम श्रद्धेय दिव्यदर्शी कथावाचक…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *