Ahmedabad

ઐતિહાસિક નિર્ણય: સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે એક નવો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પોલીસ ભવન ખાતે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને ઝીરો બજેટથી અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી વિશેષ સત્તાઓ આપવામાં આવી છે.

રાજ્યમાં અને રાજ્યની બહાર બનતાં ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા રાજ્યને સ્પર્શતા ગુનાઓના દરોડા પાડી તેના ગુના આ નવા એસ.એમ.સી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવશે અને તેની તપાસ પણ આ ટીમ દ્વારા કરવામાં આવશે. આ ગુનાઓની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ATSને પણ વર્ષ ૨૦૦૨માં પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું હતું. હવે SMC દ્વારા ATSની જેમ ગુજરાત તેમજ દેશમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ વિરુદ્ધ સક્રિય રીતે પગલાં લેવામાં સક્ષમ બનશે અને અસરકારક કામગીરી કરશે.

સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનથી શું થશે?

• *ઝડપી અને અસરકારક તપાસ*: સ્થાનિક પોલીસ સ્ટેશન સહિતની અન્ય મંજુરીઓમાંથી મુક્તિ મળતાં તપાસની પ્રક્રિયા ઝડપી બનશે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી થઈ શકશે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગુનાઓની તપાસ: આ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે.

સીધુ માર્ગદર્શન: સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયનું સીધું માર્ગદર્શન મળશે તેમજ તપાસમાં પણ ગુપ્તતા જળવાઇ રહેશે.

આ નિર્ણયથી ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પર અંકુશ આવશે અને રાજ્યને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ મળશે. આ પોલીસ સ્ટેશનની સ્થાપના માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. હાલ જ્યાં આ સેલ કાર્યરત છે ત્યા જ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યુ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહિલા દિવસની પુર્વ સંધ્યાએ મહિલાએ કર્યુ મહાદાન : અંગદાન. સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૦મું અંગદાન

અમદાવાદઃ, સંજીવ રાજપૂત: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *