શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માં જગતજનની અંબા ના દર્શન કરવા માટે અંબાજી આવતા હોય છે. અંબાજી આવવાના તમામ માર્ગો ઠલાંગ અને પહાડી વિસ્તાર છે.
ત્યારે ઘણા સમયથી અંબાજી આવવાના માર્ગો પર ચાલતા વાહનો પર પથ્થરમારો થવાની ઘટનાઓ અનેકવાર બની રહી હતી. પથ્થર મારો થવાની ઘટનાઓ ને લઈને અનેકો વાર વાહનો તેમજ વાહન ચાલકો અને વાહનોમાં બેઠેલા યાત્રિકોને પણ નુકસાન પહોંચ્યું હતું.
આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતા અંબાજી પોલીસ હરકતમાં આવી હતી અને તેમને અંબાજી અને આજુબાજુ વિસ્તારોમાં પોતાની ટીમને સક્રિય કરી હતી.
અંબાજી અને આજુબાજુ બનતી પથ્થર મારવાની ઘટના ને લઈને અંબાજી પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. ઘણા સમયથી બનતી પથ્થર મારા ની ઘટનાને લઈને અંબાજી પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ટીમો બનાવીને પથ્થર મારો કરનાર સામાજિક તત્વોને પકડવા માટે કવાયત હાથ ધરી હતી.
ત્યારે અંબાજી પોલીસે ગઈકાલે અંબાજી માં પથ્થર મારો કરનાર ચાર આરોપીઓને ઝડપ્યા હતા. આ ચાર જેટલા આરોપીઓને અંબાજી પોલીસ સ્ટેશન લાવીને તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંબાજી પોલીસ દ્વારા આ પથ્થરમારો કરતા ચાર વ્યક્તિઓને અંબાજીના જાહેર રસ્તા ઉપર તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.
અપરાધીઓ માં ડર અને આમજનોમાં વિશ્વાસ ના ઉદ્દેશ્યને લઈને અંબાજી પોલીસે પથ્થર મારો કરતાં ચાર ઈશમોને પકડી જાહેર રસ્તાઓ માં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.