Latest

ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું ૩૧ મુ મહાઅધિવેશન પાટણ ખાતે યોજાયું

એબીએનએસ પાટણ: પાટણ ખાતે આવેલ ઉતર ગુજરાત યુનિવર્સીટી ના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું ૩૧ મુ મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ લાભુભાઇ
કાત્રોડીયાની હાજરીમાં યોજાયુ…

જેમાં પ્રથમ યુનિવર્સિટી થી ટીબી ત્રણ રસ્તા સુધી શરણાઈના સુર સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી. જ્યાં સ્થાપિત સંત સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી હતી.

ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલીકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીતી લીધા હતા.મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી.જેમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે આજે પત્રકારોને એક કરવા આ સંગઠન કમર કસી રહ્યું છે, પત્રકારોના લાભ છીનવાઇ રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રી ને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ પ્રશ્નોનું સુખદ્ સમાધાન માટે કહ્યું છે જેનું ટુંક સમયમાં જ નિરાકરણ આવી જશે આપણું સંગઠન દેશમાં પહેલું એવું સંગઠન છે જેમાં દસ હજાર થી પણ વધુ પત્રકારો જોડાયેલા છે કહીને પત્રકારોને એક રહેવા સંદેશો આપ્યો હતો.

સાથેજ રાધનપુર તાલુકા પ્રમુખ તરીકે કાર્યક્રમ અંતર્ગત લાભુભાઈ કાત્રોડિયા ના હસ્તે અનિલ રામાનુજ ની નિમણુંક કરવામાં આવી હતી.અને ત્તમામ જિલ્લાના તાલુકાના હોદ્દેદારો સહીત પત્રકાર મિત્રો અને પાટણના સિનિયર પત્રકારો, મહાનુભાવો હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *