અમદાવાદ, સંજીવ રાજપૂત: ઉત્તરાયણના પર્વમાં પતંગ રસિકો માટે પતંગ ઉડાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને ગુજરાતની ઉતરાયણ દેશ વિદેશમાં પ્રખ્યાત બની ચુકી છે ત્યારે આ પર્વમાં પતંગની દોરી થકી ઘવાતા અબોલ પક્ષીઓ ની રક્ષા અને સારવાર હેતુ સેવાકીય સંસ્થાઓ સતત સતર્ક અને સજાગ બની પક્ષીઓના જીવ બચાવતી હોય છે.
આવા જ એક સ્વાભિમાન ગ્રુપ દ્વારા પક્ષી સારવાર અને રેસ્ક્યૂ કેમ્પ જુના વાડજ અને નોબલનગરમાં શરૂ કરવામાં આવ્યો. જે અબોલ પક્ષીઓની સેવા માટે દિવસ-રાત કાર્યરત આ ગ્રુપ માનવતાનો સંદેશ આપે છે.
પ્રત્યેક વર્ષની જેમ, આ ગ્રુપ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓના સારવાર અને બચાવ માટે ખાસ પક્ષી ઉપચાર અને રેસ્ક્યુ સેવા કેમ્પ આયોજિત કરતું આવ્યું છે. છેલ્લા 12 વર્ષોથી આ સેવા માટે સમર્પિત આ ગ્રુપ વર્ષ 2025માં પોતાનું 13મો કેમ્પ યોજી રહ્યું છે. આ કેમ્પ 14, 15 અને 16 જાન્યુઆરીએ કેફે કોફી ડે, જુના વાડજ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિના સંરક્ષણ અને માનવીય મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે.
વાડજ પંખી સારવાર અને રેસ્ક્યૂ કેમ્પનો પ્રારંભ સાબરમતી જેલના વરિષ્ઠ પોલીસ અધિકારી બલવંતસિંહ રાવ અને વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતનભાઈ જોશીના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સ્વાભિમાન ગ્રુપના અધ્યક્ષ વિનોદ સનાતની, પદાધિકારી જગદીશ સોલંકી, વિવેક ભોજક, સંકેત મિસ્ત્રી, નીલેશ ગલસર, નરેશ પટેલ, પ્રકાશ ચૌહાણ, જયેશ સોલંકી, રાજન સોલંકી, ચંચલ ચૌહાણ, મંથન ચૌહાણ, પ્રવીણ ગોહિલ, ડૉ. પ્રતિાપ રાય, હેમાંગ શાહ, અરવિંદ પદિયાર અને સંગઠનના અન્ય કાર્યકરો કનક ત્રિવેદી, કૌશિક ઉપાધ્યાય, એડવોકેટ હસમુખ પરમાર, કાર્તિક શાહ, હસમુખભાઈ વાઘેલા, જાસ્મિનબેન પરમાર હાજર રહ્યા હતા.
આ વર્ષે ડૉ. પ્રતાપ રાયના નેતૃત્વ હેઠળ આ ગ્રૂપે ઘનશ્યામ નગર એએમટીએસ બસ સ્ટોપ, એરપોર્ટ રોડ ખાતે બીજો કેમ્પ પણ શરૂ કારેલ છે. આ કેમ્પમાં 20 સમર્પિત કાર્યકરોની ટીમ ઘાયલ પંખીઓના બચાવ અને સારવાર માટે કાર્યરત છે.
ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગબાજીના કારણે દર વર્ષે અનેક પંખીઓ ઘાયલ થાય છે. આ પંખીઓને બચાવવા માટે 100થી વધુ ડૉક્ટરો, સ્વયંસેવકો અને સામાજિક કાર્યકરોની ટીમ કાર્યરત છે. આ ટીમ પ્રાથમિક સારવારથી લઈને ગંભીર રીતે ઘાયલ પંખીઓ માટે નિષ્ણાત સહાયતા ઉપલબ્ધ કરે છે.
કેમ્પમાં આવતા લોકોને ચાઈના માંઝા અને પતંગબાજીના અન્ય જોખમો વિશે જાગૃતિ કરવામાં આવે છે અને લોકો પાસે સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ પતંગબાજી કરવાનું અનુરોધ કરવામાં આવે છે. સાથે સાથે ઘાયલ પક્ષીઓ માટે 8306743061 હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે, જ્યાં તાત્કાલિક સહાય ઉપલબ્ધ થાય છે.
સ્વાભિમાન ગ્રુપ દ્વારા આ કેમ્પના માધ્યમથી આ સંદેશ આપવામાં આવ્યો છે કે માનવતા માત્ર મનુષ્યો સુધી મર્યાદિત નથી, પરંતુ પ્રકૃતિ અને પક્ષીઓની સુરક્ષા કરવી પણ અમારી જવાબદારી છે. આ કેમ્પ પર્યાવરણ અને પક્ષીઓ પ્રત્યેની અમારી જવાબદારી સમજવાની પ્રેરણા આપે છે.