Ahmedabad

અમદાવાદ ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની માનવતાભરી પહેલ

77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે  દર્દીઓ માટે રમત-ગમત મહોત્સવનું કરાયું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ “પ્રજાસત્તાક દિવસ” ની ઉજવણીના ભાગરૂપે, દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દર્દીઓ માટે વિશેષ રમત-ગમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સારવાર હેઠળ રહેલા દર્દીઓમાં માનસિક સ્ફૂર્તિ, આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ વિકસાવવાનો રહ્યો. વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓમાં કુલ 22 દર્દીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં દર્દીઓમાં આનંદ અને ઉર્જાનો માહોલ જોવા મળ્યો.

કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત સ્પાઇન સર્જન ડો. પિયુષ મિત્તલની વિશેષ ઉપસ્થિતિ દર્દીઓ માટે પ્રેરણારૂપ બની. આ ઉપરાંત ડો. શ્રેયા શર્મા પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડો. મિત્તલે દર્દીઓ સાથે સંવાદ કરી તેમને હિંમત અને આત્મવિશ્વાસ આપતા જણાવ્યું કે શારીરિક સારવાર સાથે માનસિક સકારાત્મકતા પણ ઝડપી સ્વસ્થતા માટે અત્યંત જરૂરી છે. તેમની પ્રોત્સાહક વાતોએ દર્દીઓમાં નવી આશા અને ઉત્સાહ ભરી દીધો.

કાર્યક્રમમાં ભાગ લેનાર તેમજ વિજેતા દર્દીઓને 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રોત્સાહન પુરસ્કાર અર્પણ કરવામાં આવશે, તેવી માહિતી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવી.

ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સારવાર સાથે સંવેદના અને માનવતા જોડતી આરોગ્ય સેવાનો ઉત્તમ દાખલો પૂરું પાડે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *