Latest

કન્યાઓને ભણતર અને ધડતરના પાઠ શીખવનાર સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલનો ૯૦મો સ્થાપના દિવસ ઉજવાયો

જામનગર, સંજીવ રાજપૂત: સમગ્ર વિશ્વના શિક્ષણક્ષેત્રે ક્રાંતિ લાવનાર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણજીએ યથાર્થ કહ્યું છે કે,”ઉંચો ધ્યેય પહેલી સિદ્ધિ, અતૂટ શ્રદ્ધા બીજી સિદ્ધિ, પ્રયત્નશીલ રહેવું ત્રીજી સિદ્ધિ અને શક્તિનો ઉપયોગ કરવો એ ચોથી સિદ્ધિ.” ઉપરોક્ત વિચારસરણીને વરેલી જામનગર જિલ્લાની સરકારી શાળા પૈકી ઐતિહાસિક વારસો ધરાવતી

તેમજ દાયકાઓથી સૌરાષ્ટ્રભરની કન્યાઓના ભણતર, ગણતર અને ધડતરને પ્રોત્સાહન આપનારી અને રાજાશાહી વારસાની પ્રતીક તેમજ કન્યા કેળવણીના વિરાટ વટવૃક્ષ સમાન માતૃ શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ, જામનગરની તા.૧૧-૦૧-૨૦૨૫ શનિવારના રોજ ૯૦માં સ્થાપના દિવસની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

તા.૧૨ જાન્યુઆરી ૧૯૩૬ ના રોજ નવાનગર સ્ટેટના રાજવી જામ દિગ્વિજયસિંહજીના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવેલ શાળાની આ ઉજવણીમાં વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાનો ઇતિહાસ અને સ્વામી વિવેકાનંદ વિશે વક્તવ્ય, શિવ તાંડવ નૃત્ય, હેલ્લારો નૃત્ય તેમજ ઉત્કૃષ્ટ રીતે સ્વ રચિત કાવ્ય પઠન રજૂ કરવામાં આવ્યા હતા.

પ્રાસંગિક ઉદબોધન દરમિયાન શાળાના આચાર્યા બીનાબેન દ્વારા શાળાની આગાવી સિદ્ધિ અને માહિતી રજૂ કરવામાં આવી હતી જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા દ્વારા શિક્ષણની ચિંતનાત્મક વાત રજૂ કરવામાં આવેલ.સાથોસાથ જામનગર યુવરાજ અજયસિંહજી જાડેજાએ વિદ્યાર્થીનીઓને શિક્ષણનું મહત્વ અને શાળાનું મહત્વ સમજાવી આગળ અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ કરે તેવી પ્રેરણા આપી હતી.અને વિદ્યાર્થીનીઓ પોતાની કારકિર્દી ઉત્તમ બનાવી સફળ થાય અને પોતાના માતા-પિતા, કુટુંબ, સમાજ, શાળા તેમજ જામનગરનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં ધો.૯ થી ૧૨ માં સામાન્ય અને સાયન્સ પ્રવાહમાં એક થી ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓને તેમજ ખેલ મહાકુંભ અને વિવિધ રમતગમત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તેમજ રાજ્યકક્ષાએ સ્થાન મેળવનાર, કલા મહાકુંભ, કલા મહોત્સવ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, શાળાકીય વિવિધ વકૃત્વ, નિબંધ, સંગીત સહ ગાયન, સ્પર્ધામાં ઉતકૃષ્ટ દેખાવ કરનાર ઉપરાંત શાળાની વિવિધ સમિતિઓનું ઇનામો આપી મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

જામનગર શહેરના પ્રાચીન વારસા અને વૈભવના પ્રતીક સમાન કન્યા કેળવણી આપતી શાળાના વાર્ષિકોત્સવ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવાનગર સ્ટેટના યુવરાજ અને પૂર્વ ક્રિકેટર અજયસિંહજી જાડેજા, અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતા, શાળાના વય નિવૃત ગુરૂજનો, શાળાના આચાર્યા, શાળાનો સ્ટાફ પરિવાર અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી.તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સર્વે સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીનીઓ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને શહેર પોલીસ ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક જાગૃત્તિ તથા રોડ સેફ્ટી કાર્યક્રમ યોજાયો

સુરત.સંજીવ રાજપૂત: કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળના નેહરુ…

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ -૨૦૨૫ અંતર્ગત યોજાયેલ પેનલ ડિસ્કશનમાં જામનગરની વિદ્યાર્થીનીની થઈ પસંદગી

જામનગર, સંજીવ રાજપૂત: બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવથી દુર રહી…

૧૭ મી ઈન્ટર કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નો થયો પ્રારંભઃ

સુરત: સંજીવ રાજપૂત: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની કોર્પોરેટ કચેરી અને સુરત…

1 of 573

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *