વૈશ્વિક સ્તરે પર્યાવરણ બગડતું જાય છે. તેનું વરવું ઉદાહરણ એટલે કેલિફોર્નિયા માં ફેલાયેલી ભયાનક આગ. લોસ એન્જેલસ થી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સ્થાનિક જંગલોમાં અનેક જગ્યાઓ પર ભયાનક આગ લાગી હતી અને હજારો એકર જમીનમાં વ્રુક્ષો અને માનવ જીવનને મોટું નુક્સાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ આગને કારણે હજારો લોકો બેઘર બન્યા છે અને ૨૪ થી વધુ લોકોના મોત નિપજયા છે.
પૂજ્ય મોરારીબાપુએ આ કુદરતી આપદામા માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનો માટે રુપિયા પાંચ લાખની સહાયતા રાશિ અર્પણ કરી છે.
આ રાશિ લોસ એન્જલસ સ્થિત રામકથાના શ્રોતા શ્રી રાજુભાઇ ચોલેરા અને તેમના પરિવારજનો દ્વારા સેવા રુપે રેડ ક્રોસ સંસ્થા ને પહોંચાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જયારે પણ કોઈ કુદરતી આપદાની પરિસ્થિતિ ઉભી થઈ છે તે સમયે પૂજ્ય મોરારીબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી છે અને માનવતના ધોરણે સહાય મોકલી છે. તાાજેતરમાં ફ્રાન્સ માં વાવાઝોડું આવ્યું હતું જેમાં પણ બાપુએ સંવેદના રાશિ અર્પણ કરી હતી.