એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ):: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલમાં સમાજશાસ્ત્ર વિષયમાં ડૉ. કામિનીબેન દશોરાના માર્ગદર્શન હેઠળ “આદિવાસી વિસ્તારમાં સ્થાળાંતરની સ્થિતિ અને સમસ્યા (પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સંદર્ભમાં)” પર મહાનિબંધ રજૂ કરીને અંકિતા પટેલે પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.
અંકિતા પટેલ લુણાવાડાના નાના ગામ મઠની મુવાડીની વતની છે અને તેઓ છેલ્લા સોળ વર્ષથી પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ બે બાળકોની માતા છે અને સમાજમાં પોતાની જવાબદારી પૂરી પાડતા આ મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. તેમના આ સિદ્ધિ બદલ લુણાવાડાના બેતાલીસ પાટીદાર સમાજે ગર્વ લાગણી અનુભવી છે અને તેઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.