દિલ્હી વિધાનસભા માં ૨૭ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી ની ઐતિહાસિક ભવ્યજીતની ઢોલ નગારા અને ફટાકડા સાથે ઉજવણી કરતું : સાવરકુંડલા ભાજપ પરિવાર
સાવરકુંડલા
દિલ્હી વિધાનસભા મા ૨૭ વર્ષે પછી ભારતીય જનતા પાર્ટી નો ઐતિહાસિક વિજય થતા સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા જેસર રોડ તેમજ શિવાજીનગર સાવરકુંડલા ખાતે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા ની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી આ ભવ્ય જીત ઉજવણી કરવામાં આવી હતી.
ચૂંટણી પરિણામો જાહેર થતાં જ વિવિધ વિસ્તારોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું હતું, અને લોકોએ ઢોલ-નગારાંના સાથે આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ વિજય રેલી કાઢવામાં મોટી સંખ્યામાં સમર્થકો કાર્યકર્તાઓ હાથમાં પક્ષના ઝંડા અને પોસ્ટરો લઈને જોડાયા હતા.આ તકે સાવરકુંડલા શહેર તેમજ તાલુકા ભાજપ પરીવાર ના સૌ હોદ્દેદારો, નગરપાલિકા ના સદસ્યશ્રીઓ, તાલુકા અને શહેર ના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.