શ્રી કસવાલાની વિકાસ ભેટ : સાવરકુંડલા તાલુકાના 22 ગામોને મળશે અત્યાધુનિક ગ્રામ સચિવાલય
5.50 કરોડના ખર્ચે સાવરકુંડલામાં વિકાસનો નવો યુગ: અત્યાધુનિક ગ્રામ પંચાયતનું નિર્માણ
ગ્રામજનોની સુવિધામાં વધારો : કસવાલા દ્વારા 22 ગામોને અત્યાધુનિક ગ્રામ સચિવાલયની ભેટ
ગ્રામ સચિવાલય : ગ્રામ્ય વિકાસ માટેનું મહત્વનું પગલું ભરતા શ્રી કસવાલા
સાવરકુંડલા તાલુકાના વિકાસ માટે શ્રી કસવાલાની મોટી પહેલ, 22 ગામોને મળશે નવી ગ્રામ પંચાયત
શ્રી કસવાલાની મહેનત રંગ લાવી, સાવરકુંડલા તાલુકાના 22 ગામોમાં બનશે અત્યાધુનિક ગ્રામ સચિવાલય
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે સતત કાર્યરત ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે
તાલુકાના ૨૨ ગામો જેમ કે રામગઢ,નાનાભમોદ્રા,પીઠવડી,મિતીયાળા,વિજ્યાનગર,જુનાસાવર, કાનાતળાવ,અભરામ૫રા,સાકર૫રા,જેજાદ,સેંજળ,લુવારા,થોરડી,વિરડી,ઘનશ્યામનગર,હિપાવડલી,નાનાજીંજુડા,દેતડ,જીરા,ધજડી,ગોરડકા તથા ઘોબામાં નવા ગ્રામ સચિવાલય બનાવવા માટે સરકારમાંથી કુલ રૂ. ૫.૫૦ કરોડ મંજૂર કરાવવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી આપતા શ્રી કસવાલાએ જણાવ્યું હતું કે, અનેક ગામોમાં ગ્રામ સચિવાલય જર્જરિત હાલતમાં હતાં. જેના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો.તેથી નવી ગ્રામ સચિવાલય બને તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે રાજ્ય સરકારે તાજેતરમાં આ માટે મંજૂરીની મહોર મારી છે. તેઓએ ઉમેર્યું હતું કે, નવી ગ્રામ સચિવાલય બનવાથી ગામના લોકોને વિવિધ સરકારી કામો માટે સુવિધા મળશે.
તેમજ વહીવટી કામગીરી પણ સરળ અને ઝડપી બનશે. ગ્રામ સચિવાલયમાં ગામના લોકોને વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મળશે અને તેઓ યોજનાઓનો લાભ મેળવી શકશે.
આ ઉપરાંત, ગ્રામજનો ગ્રામ સચિવાલયમાંથી મહત્વના દસ્તાવેજો પણ મેળવી શકશે. ગ્રામ સચિવાલયની સ્થાપનાથી ગ્રામજનોના સમય અને ખર્ચની બચત થશે અને વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે. આ વિકાસ કાર્યથી ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ગ્રામ્ય વિસ્તારના લોકો માટે વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવવામાં સરળતા રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સચિવાલયની સ્થાપના કરવામાં આવશે.શ્રી કસવાલાના પ્રયત્નોથી આ મહત્વપૂર્ણ પહેલને મંજૂરી મળી છે, જે ગ્રામ્ય વિકાસમાં એક નવું પરિમાણ ઉમેરશે. શ્રી કસવાલાની આ સિદ્ધિ બદલ સાવરકુંડલા તાલુકાના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.